ખોટી ફરિયાદ રદ્દ કરવા ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Gujarat
થરાદ: બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવેલા જાણદી ગામમાં એક દલિત પરિવારને સામાજિક બહિષ્કાર કરવા મામલે 17 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. જો કે આ ફરિયાદ ખોટી હોવાની રજૂઆત સાથે ગ્રામજનોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
![ખોટી ફરિયાદ રદ્દ કરવા ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4014876-thumbnail-3x2-ban.jpg)
બનાસકાંઠાના થરાદના તાલુકાના જાણદી ગામમાં કરસન રાઠોડના પરિવાર વિરુદ્ધ જાતિ અપમાનીત શબ્દો બોલી તેમજ તેમનો સામાજિક બહિષ્કાર કરવા મામલે ગામના 17 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.જો કે આ મામલે ગામજનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા ગ્રામજનોએ જણાવ્યું કે, આ ફરિયાદ ખોટી છે.આ અગાઉ ગામના એક આગેવાની સગીર દીકરીને કરસન રાઠોડનો પુત્ર અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ફરિયાદી ફરિયાદ નોંધાઈ હતી .ત્યારે આ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા માટે સગીરાના પિતા અને સાક્ષી પંચોને વારંવાર ધમકાવવામાં આવતા હતા. આ સાથે જ ફરિયાદ પાછી ખેંચવા માટે તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ કરસન રાઠોડે આ તમામ સાક્ષી પંચો સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી હેરાન કરી રહ્યો છે. જેથી તેમની ફરિયાદ પાછી ખેંચવા તમામ ગ્રામજનોએ નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.