ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવના બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને પાઠવવામાં આવ્યુ આવેદનપત્ર - લેટેસ્ટ ન્યુઝ ઓફ થરાદ

કચ્છના રાપર ખાતે ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી, જેમના હુમલાને કારણે મોત થયુ હતુ. વાવ બાર એસોસિએશને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર બાબતે યોગ્ય સહકાર આપી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

આવેદનપત્ર
આવેદનપત્ર

By

Published : Oct 1, 2020, 1:47 PM IST

બનાસકાંઠા: તારીખ 25 સપ્ટેમ્બરે રાપર ખાતે ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી, જેમનું હુમલાને કારણે મોત થયુ હતુ. વાવ બાર એસોસિએશને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર બાબતે યોગ્ય સહકાર આપી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

અસામાજિક તત્વોએ કરેલા જીવલેણ હુમલાના વિરોધમાં વાવ બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર થરાદ ખાતે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે રાપર મુકામે વકીલાતનો વ્યવસાય કરતા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની અસામાજિક તત્વોએ નિર્મમ હત્યા નિપજાવી હતી. જેના લીધે વકીલોના રક્ષણ માટે તથા કાયદો અને વ્યવસ્થાની પ્રશાસનની નીતિ-રીતિ સામે એક મોટો પડકાર અને પ્રશ્નાર્થ સાથે ભયનો માહોલ ઉભો થયો છે.

દેવજીભાઈ મહેશ્વરી બનાવના સમયે કોઈ અસીલોના હિતાર્થ કોઈ દેશની ફાઈલ હેન્ડલ કરતા હતા. તે વખતે તેમની હત્યા કરનારાઓએ કારસ્તાન રચી વેર ભાવનાથી અને બાદ ઇરાદાપૂર્વક કાવતરું રચી સ્વ.દેવજીભાઈ મહેશ્વરીની સરેઆમ કરપીણ હત્યા નિપજાવી હતી. જે માનવજાત માટે દુઃખદાઈ અને નિંદનીય ઘટના છે. જેથી આવી જ રીતે હત્યા નિપજાવનાર દોષિતોને સખત સજા થાય તે માટે યોગ્ય સ્તરે ન્યાયિક તપાસ થાય અને હત્યારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. સ્વ.દેવજીભાઈ મહેશ્વરીના પરિવારને ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપીએ છીએ ઉપરાંત સરકાર દ્વારા " એડવોકેટ પ્રોટેક્શન એક્ટ" ઘડવા અંગેની રજુઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details