કોઈ સરકારી દાખલો લેવો હોય કે મિલકતની ખરીદી કરવાની હોય, ત્યારે આ સ્ટેમ્પની જરૂર પડતી હોય છે. ભારત સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરની આમતો આ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અલગ અલગ કિંમતના હોય છે. જેમાં 10 રૂપિયાથી માંડી 25 હજાર સુધીની કિંમતના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થતો હોય છે.
બનાસકાંઠામાં સ્ટેમ્પ પેપરની અછતને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા - Gujaratinews
બનાસકાંઠા: ડીસામાં સ્ટેમ્પ પેપરની અછત સર્જાઈ છે, અને આ અછતના લીધે 20 અને 50 રૂપિયાના સ્ટેમ્પ લેવા આવતા અરજદારોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. જેથી નાછૂટકે 20 અને 50ના બદલે 100 રૂપિયાના સ્ટેમ્પથી કામ ચલાવવું પડી રહ્યું છે.
આ સ્પેમ્પ પેપરનો ઉપયોગ સોગંદનામાં જેવા સામાન્ય કામોમાં થતો હોય છે, પરંતુ ડીસામાં છેલ્લા ઘણા સમયથી રૂપિયા 10, 20 અને 50ની કિંમતના સ્ટેમ્પ પેપરની અછત સર્જાઈ છે. જેથી સોગંદનામા જેવા સામાન્ય કામકાજ માટે આવતા અરજદારોને રૂપિયા 20ના બદલે રૂપિયા 100ની કિંમતના સ્ટેમ્પ પેપરની ખરીદી કરવી પડી રહી છે. જેને લઈ ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અરજદારોને સ્ટેમ્પની અછતના લીધે પડી રહેલી મુશ્કેલી અંગે સ્ટેમ્પ વેન્ડરે જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા જ રૂપિયા 10, 20 અને 50ની કિંમતના સ્ટેમ્પ પેપર ફાળવવામાં ન આવતા સમસ્યા સર્જાઈ છે.