બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની મોટી સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને થરાદના અનેક ગામો છે કે, જ્યાં નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવતું નથી. જેના કારણે સરહદી વિસ્તારના ખેડૂતોને પોતાના ખેતરમાં ઉભો પાક બળી ગયો છે. અગાઉ પણ કુદરતી પ્રકોપના કારણે અનેક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ચોથા નેસડા ગામના ખેડૂતોને નર્મદા વિભાગ દ્વારા સતત ખેડૂતોને રવિ સિઝનમાં પાણી ન આપવામાં આવતા ખેડૂતોના ખેતરમાં ઉભો પાક બળી ગયો છે. જેના કારણે ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આજે સરહદી વિસ્તારના ખેડૂતોએ ભેગા થઈ રવિ સીઝનમાં થયેલા પાક નુક્શાનનું સરકાર તાત્કાલિક ધોરણે વળતર ચૂકવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સરહદી વાવ વિસ્તારમાં પાણી ન મળતા થરાદ મામલતદારને આવેદન પાઠવાયું - સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી ખેડૂતોને
સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને પાક માટે પાણી ન મળતા ખેડૂતોનો રવિ સિઝન નિષ્ફળ જઈ રહી છે. સતત પાણી માટે માગ કરવામાં આવી હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા પાણી આપવામાં ન આવતા મંગળવારે સરહદી વાવ વિસ્તારના ખેડૂતોએ થરાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
બનાસકાંઠાઃ
પહેલા પણ પાક નુકસાન મામલે ખેડૂતોએ સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજદિન સુધી કોઈ જ પ્રકારની સહાય આપવામાં આવી નથી. જેના કારણે ખેડૂત દિવસે દિવસે પાયમાલ થઈ રહ્યો છે. ત્યારે સરહદી વિસ્તારનો ખેડૂત ફરી પગભર થાય તે માટે તાત્કાલિક સરકાર સહાય ચૂકવે તેવી માંગ ખેડૂતોએ કરી હતી.
TAGGED:
banskatha latest news