આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે ડીસામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કરતા APP કાર્યકર્તાઓની પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
Disa
By
Published : Jun 22, 2020, 9:10 PM IST
બનાસકાંઠાઃ ડીસા ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા આ મામલે વિરોધ પ્રદર્શન કરતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી છે. કેન્દ્ર સરકાર સામે રોડ પર બેસી વિરોધ દર્શાવતા 10 આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે APPના કાર્યકર્તાએ કર્યું વિરોધ પ્રદર્શન
ગુજરાતની જુદા જુદા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેર
પેટ્રોલ
ડીઝલ
રાજકોટ
77.09
76.26
વડોદરા
76.53
75.47
અમદાવાદ
77.24
76.37
જામનગર
76.75
75.89
મહેસાણા
77.22
76.39
જૂનાગઢ
77.79
76.95
મોરબી
77.42
76.58
ખેડા
77.10
76.25
કચ્છ
77.27
76.42
સુરેન્દ્રનગર
77.71
76.86
સમગ્ર ભારતભરમાં લોકડાઉન બાદ સતત જીવન જરૂરિયાત વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે હાલ લોકોના જીવન પર મોટી અસર જોવા મળી રહી છે. સામાન્ય લોકો પર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોનો બોજો સતત વધી રહ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારાનો સિલસિલો 16માં દિવસે પણ યથાવત છે. પેટ્રોલની કિંમતમાં 0.33 પૈસા તો ડીઝલમાં 0.58 પૈસાનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ જ્યાં 8.30 રૂપિયા પ્રતિ લીટર વધ્યા છે, તો ડીઝલ 9.46 રુપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
ડીસામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે APPના કાર્યકર્તાએ કર્યું વિરોધ પ્રદર્શન
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે સતત 16માં દિવસે ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઇંધણ તેલના ભાવમાં કોઇ વધારો અથવા મંદી જોવા મળતી નથી, પરંતુ સ્થિર કારોબાર ચાલી રહ્યો છે. જો કે, બેન્ચમાર્ક ઇંધણ તેલ બ્રેન્ટ ક્રુડના ભાવ 42 ડૉલર પ્રતિ બેલરની ઉપર ગયા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ પેટ્રોલના ભાવમાં સતત વધારાના કારણે હવે વિવિધ પાર્ટીઓ મેદાનમાં આવી છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે આમ જનતા હેરાન થઈ રહી છે. જેના કારણે હાલ એક તરફ આમ જનતા પાસે પૈસા નથી તો બીજી તરફ વધતા જતા ભાવ વધારાના કારણે લોકો હવે ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. એક તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ તળિયે બેસી ગયા છે. જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા 15 દિવસથી સતત ભાવ વધારો કરતા લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
આ અંતર્ગત સોમવારે બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગ પર બંધ ગાડીને ધક્કો મારી પ્રદર્શનકારીઓ નાયબ કલેકટરને આવેદનપત્ર આપવા નીકળ્યા હતા.
તેમજ 'ભાવ વધારો પાછો ખેંચો'ના બેનરો સાથે રોડ પર બેસી કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવતા ડીસા દક્ષિણ પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે વિરોધ કરતાં આમ આદમી પાર્ટીના 10 કાર્યકરોની અટકાયત કરી વિરોધ કરતા અટકાવ્યા હતા.