ગુજરાત

gujarat

ETV Bharat / state

ધાનેરામાં કમોસમી વરસાદ પડતા લોકોમાં ચિંતા - લોકોમાં ચિંતા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મંગળવારે સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે સાથે અહીં કરા પણ પડ્યા હતા. વર્તમાનમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ને બીજી તરફ કમોસમી વરસાદથી રોગચાળો વધે તેવી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ધાનેરામાં કમોસમી વરસાદ પડતા લોકોમાં ચિંતા
ધાનેરામાં કમોસમી વરસાદ પડતા લોકોમાં ચિંતા

By

Published : Apr 21, 2021, 12:09 PM IST

  • એક તરફ કોરોનાને બીજી તરફ વરસાદથી લોકોમાં ચિંતાનો માહોલ
  • બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો
  • રોગચાળો વધુ વકરે તેવી શક્યતાના કારણે ધાનેરાના લોકો ચિંતામાં

બનાસકાંઠાઃ ધાનેરા પંથકમાં મંગળવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ કમોસમી માવઠું પડ્યું હતું. ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાં કરા સાથે કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી માવઠું થતા રોગચાળો વધુ વકરે તેવી શક્યતાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તો વળી કમોસમી માવઠાને કારણે ધાનેરા પંથકમાં ખેતી પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે. એક તરફ લોકો કોરોના મહામારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ પણ વાંચોઃકમોસમી વરસાદથી ભુજમાં કેરીના પાકને નુક્સાન

ધાનેરામાં કરા સાથે વરસાદ પડ્યો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં દિવસે વધતા જતા કોરોના વાઈરસ વચ્ચે 7 દિવસ માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા સાંજના સમયે ભારે વરસાદ શરૂ થયો હતો અને વરસાદની સાથોસાથ બરફના કરા પણ પડયા હતા, જેના કારણે ધાનેરાના ખેડૂતોમાં પાક બગડવાને લઈ હાલમાં ચિંતા સતાવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો

આ પણ વાંચોઃજૂનાગઢમાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટા સાથે પડ્યો ભારે વરસાદ

પાણીની અછત વચ્ચે ખેડૂતો વાવેતર કરી રહ્યા છે

ધાનેરામાં એક તરફ પાણીની અછતના કારણે માંડ માંડ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે તો બીજી તરફ અચાનક આવેલા વરસાદના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની શક્યતાઓ પણ વધી રહી છે, જેના કારણે હાલ ફરી વરસાદ ન થાય તેવી ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે તો અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે બીમારીમાં પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details