- ડીસા તાલુકાના પેછડાલ ગામે જમીન કૌભાંડ આવ્યું સામે
- સાચા ખેડૂતના નામે ખોટા દસ્તાવેજ કરી જમીન બારોબાર વેચાઈ
- ગૌચરની જમીનમાં કોભાંડ કરતા ગ્રામજનોની સરકારી કચેરીઓમાં અનેક રજૂઆત
બનાસકાંઠા: જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પહેલા પાણીના અભાવે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ઓછા પ્રમાણમાં ખેતી કરતા હતા પરંતુ જેમ-જેમ નર્મદા નહેર દ્વારા ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવી રહી છે ત્યાંથી બનાસકાંઠા જિલ્લામાં સારી એવી ખેડૂતો ખેતી કરી રહ્યાં છે. સતત હરિયાળી જમીન બનતા જમીનના ભાવ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે અનેક વાર જમીન કૌભાંડ થઈ રહ્યા છે. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા આ પણ ખેડૂતોને ભોળવી જમીન પચાવી પાડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.આ અંગે ખેડૂતોએ સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં પણ ખેડૂતોને ન્યાય મળતો નથી જેના કારણે અનેક ખેડૂતોએ જમીન ગુમાવવાનો વારો આવ્યો છે.
ડીસા તાલુકાના પેછડાલ ગામે જમીન કૌભાંડ
ડીસા તાલુકાના પેછડાલ ગામએ જમીન વિવાદ મામલે ગામજનોએ સ્થાનિક કચેરી થી લઈને કલેકટર કચેરી સુધી ફરિયાદ કરી છે. પેછડાલ ગામે સેનાભાઈ ઠાકોરની સર્વે નંબર 77, 78 ની માલીકીની જમીન આવેલી છે , જેમણે આ જમીન 1995 માં માત્ર સ્ટેમ્પના આધારે વસતાભાઇને વેચી હતી ત્યારબાદ આ જમીન પર વસતાભાઈનો કબજો હતો પરંતુ માત્ર સ્ટેમ્પના આધારે વેચેલી જમીન સેનાભાઇએ બીજી વાર ટેટોડા ગામના હરેશભાઇ ચૌધરી અને દસરથભાઈ ચૌધરીને વેચી હતી અને આ જમીન ખરીદનાર બંને લોકોએ ગૌચરની જમીન પચાવી પાડતા કાવતરું રચ્યું હતું.જેમાં ગામની ગૌચરની સર્વે નંબર 1082માં ખોટી રીતે સર્વે નંબર 77, 78 હોવાના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા , ખોટી દિશાઓ દર્શાવતા અને ખોટા બનાવટી દસ્તાવેજોના આધારે તેમણે આ સર્વ નંબર ની જમીન બીજીવાર વેચી દીધી હતી. આમ ત્રણ કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી અને વેચેલી જમીન ખોટા દસ્તાવેજો ના આધારે ગામમાં લાખો રૂપિયાની ગૌચરની જમીન પર દસ્તાવેજ બનાવી બીજી વાર વેચી દઈ કબજો કર્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠાના મોરીખા ગામના ખેડૂતોને જંત્રીના ભાવ યોગ્ય વળતર ન મળતા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું