ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ, વધુ એક ડૉક્ટરની અમદાવાદથી થઈ અટકાયત

ડીસાના ભોયણ નજીકથી રેમડેસીવીર ઇન્જેક્શન સાથે આઠ શખ્સોને LCB પોલીસે ઝડપ્યા બાદ થરાદના ચાર શખ્સોનો કોર્ટમાં રજૂ કરતા જામીન પર છૂટકારો થયો હતો. જયારે અમદાવાદના ચાર શખ્સોના રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં વધુ એક અમદાવાદના ડૉક્ટરની અટકાયત કરવામાં આવી છે.

Banaskantha Remdesivir Injection Scam
Banaskantha Remdesivir Injection Scam

By

Published : May 8, 2021, 7:16 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ
  • થરાદના ચાર શખ્સોનો જામીન પર છૂટકારો અપાયો હતો
  • ડીસા તાલુકા પોલીસને રિમાન્ડ દરમિયાન વધુ એક સફળતા મળી

બનાસકાંઠા : અત્યારે કોરોના મહામારીના સમયમાં દર્દીઓની સારવાર માટે રેમડેસીવર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. જેના કારણે કેટલાક લાલચી લોકો આવા સમયમાં પણ ઇન્જેક્શનની કાળા બજાર કરી રહ્યા છે. જે બાબતે બનાસકાંઠા જિલ્લા LCBની ટીમને પણ ધ્યાને આવતા જ તેઓએ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને અમદાવાદથી હર્ષ ઠક્કર નામનો યુવક ડીસામાં કેટલાક લોકોને ઇન્જેક્શન વેચવા માટે આવતો હોવાની માહિતી મળતા જ વોચ ગોઠવી હતી. જે દરમિયાન ડીસાના ભોયણ પાસે અમદાવાદથી આવેલા હર્ષ ઠક્કર અને તેના સાગરીતો અને ડીસાથી ઇન્જેક્શન ખરીદવા માટે આવેલા લોકો મળી કુલ આઠ લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

બનાસકાંઠા રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ, વધુ એક ડૉક્ટરની અમદાવાદથી થઈ અટકાયત

ડીસા તાલુકા પોલીસે તપાસ દરમિયાન અમદાવાદના ડૉક્ટરની કરી અટકાયત

પોલીસે આ બાબતે પૂછતાં તેઓ જરૂરિયાતમંદ કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓને ટાર્ગેટ કરી 900 રૂપિયામાં આવતું ઇન્જેક્શન કાળા બજાર કરી 30 હજાર રૂપિયામાં વેચાતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રેમડેસીવર ઇન્જેક્શન અને બે કાર સહિત કુલ 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસે આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા 4 આરોપીની રામોલ પોલીસે કરી ધરપકડ

રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા

કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે, ત્યારે કપરા સમયમાં કાળા બજારીયા પણ પૈસા કમાવવા માટે હોડ લગાવવી છે. શનિવારે ડીસાના ભોયણ નજીકથી LCB પોલીસે 6.22 લાખના મુદ્દામાલ સાથે ચાર બનાસકાંઠા અને ચાર અમદાવાદના મળી કુલ આઠ શખ્સોને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જોકે ઇન્જેક્શન ખરીદવા આવેલા થરાદના ચાર શખ્સોને ડીસા તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચારેય શખ્સોના જામીન મંજૂર કરવામાં આવ્યાં હતાં. જ્યારે અમદાવાદથી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા આવેલા શખ્સોના રીમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ઈન્જેકશનની કાળા બજારી: આરોપી ડોક્ટરોએ કહ્યું 15 નહિ એક મહિના સુધી કોરોનાના દર્દીઓની સેવા કરવા તૈયાર

પોલીસની તપાસમાં વધુ એક ડૉક્ટરની અમદાવાદથી અટકાયત કરાઈ

કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે, ત્યારે આવા કપરા સમયમાં કાળા બજારીયા પણ પૈસા કમાવવા માટે હોડ લગાવવી છે. અગાઉ તા. 01-05-2021ના રોજ ડીસાના ભોયણ નજીકથી LCB પોલીસે 6.22 લાખના મુદ્દામાલ સાથે ચાર બનાસકાંઠા અને ચાર અમદાવાદના મળી કુલ આઠ શખ્સોને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે અમદાવાદથી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા આવેલા શખ્સોના રીમાન્ડ મેળવ્યા બાદ ડીસા તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

ડૉક્ટરને ડીસા કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી

આ સમગ્ર તપાસ દરમિયાન ડીસા તાલુકા પોલીસને વધુ એક સફળતા મળી હતી. જેમાં અમદાવાદ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલના BAMS ડૉક્ટર વિશાલ કુમાર સુરેશદાન ગઢવી પણ આ ઇન્જેક્શન કૌભાંડમાં શામેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી ડીસા તાલુકા પોલીસ પણ તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે અમદાવાદ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સંજીવની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. વિશાલની ધરપકડ કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવ્યા હતાં. જે બાદ ડીસા તાલુકા પોલીસે ડૉક્ટર વિશાલકુમારને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details