ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી ન મળતાં ખેડૂતોમાં રોષ - Lack of water

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે તે માટે કેનાલો બનાવામાં આવી છે. ખેડૂતોએ પોતાની જે જમીન નર્મદા નિગમને આપી હતી. તે જ કેનાલમાં પૂરતું પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષની લાગણી ઉઠી છે.

Banaskantha
બનાસકાંઠા

By

Published : Jan 30, 2020, 4:21 PM IST

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં ઘણા ગામને કેનાલનું પૂરતું પાણી નહીં મળતા ખેતીનો પાક નાશ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. નર્મદા નિગમના અધિકારીઓની અણઘડ નીતિના કારણે ખેડૂતોને ગત દોઢ માસથી પૂરતું પાણી મળતું નથી. રવિ પાક માટે ખેડૂતોએ ખાતર અને બિયારણ નાખી પાક ઉગાડ્યો પરંતુ હવે સિંચાઈ માટે પાણી નહીં મળતાં ખેડૂતો માટે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષ

ABOUT THE AUTHOR

...view details