ગુજરાત

gujarat

બનાસકાંઠા જિલ્લામાં અંગ્રેજોના સમયમાં સ્થાપયેલા પ્રાચીન સ્મારકો પર જુઓ વિશેષ અહેવાલ

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનો ઈતિહાસ ખુબ જ પ્રાચીન છે અને આ શહેર બ્રિટીશ શાસન વખતે સ્થપાયું હતું. તેની નિશાની આજે પણ જોવા મળી રહી છે. ત્યારે ડીસામાં અંગ્રેજો વખતે સ્થપાયેલા પ્રાચીન સ્મારકો વિશે જુઓ અમારો આ વિશેષ અહેવાલ.

By

Published : Nov 26, 2020, 10:36 PM IST

Published : Nov 26, 2020, 10:36 PM IST

Deesa news
Deesa news

  • ડીસા શહેરની સ્થાપના બ્રીટીશ સમયમાં થઈ હતી
  • અંગ્રેજોના સમયમાં શિવજીના અનેક મંદિરોની સ્થાપના કરાઈ
  • અંગ્રેજો વખતના કબ્રસ્તાનનો ઇતિહાસ


બનાસકાંઠાઃ બનાસ નદીને કિનારે વસેલા ડીસા શહેરની સ્થાપના લગભગ 1823માં બ્રીટીશરો દ્વારા કરવામાં આવી હતી. તે સમયે કચ્છથી માઉન્ટ આબુ જતા વેપારીઓને ડીસા નજીકના ભિલો, રજપૂતો અને ડફેરો દ્વારા લૂંટી લેવામાં આવતા હતા. જેના લીધે કચ્છથી માઉન્ટ આબુ સુધીના માર્ગમાં બ્રીટીશરોને સૌથી આદર્શ સ્થાન ડીસા લાગ્યું હતું. કારણ કે ડીસા શહેરની આબોહવા, અહીંની ભૌગોલિક સ્થિતિ અને અહીંનું પાણી સર્વોત્તમ હતું. તેના લીધે બ્રિટીશરોએ ડીસામાં લશ્કરી કેમ્પની સ્થાપના કરી હતી અને આ લશ્કરી છાવણીમાં સૈનિકો પણ ભારતના જ હિંદુઓ હતા. જેને પગલે બ્રિટીશ લશ્કરોના હિંદુ સૈનિકોએ ડીસામાં અલગ-અલગ સ્થળો પર હિન્દુઓના આરાધ્ય દેવ એવા મહાદેવના મંદિરોની સ્થાપના કરી હતી. આ મંદિરોમાં પૂજાની શરૂઆત કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અંગ્રેજોના સમયમાં સ્થાપયેલા પ્રાચીન સ્મારકો

અંગ્રેજોના સમયમાં સ્થાપાયેલા મંદિરો

સૌથી પહેલા બ્રિટીશ લશ્કરના સૈનિકોએ ડીસા શહેરમાં રીશાલેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી. રીશાલેશ્વર મહાદેવનું નામ રિસાલા પરથી પાડવામાં આવ્યું હતું. રિસાલા એટલે કે સેનાનું વિશ્રામ કરવાનું સ્થળ.

ડીસા શહેરના નેહરુ નગર ટેકરા વિસ્તારમાં આવેલા આ મંદિરનું નામ છે પલ્ટન મહાદેવ. જી હા.. પલ્ટન મંદિરની સ્થાપના પણ બ્રિટીશ શાશન દરમિયાન કરવામાં આવી હતી. બ્રિટીશ શાશન દરમિયાન જે હિંદુ સૈનિકો હતા તેમની પલ્ટન જ્યાં રહેતી હતી તે સ્થળ પર સ્થાપવામાં આવેલા આ મંદિરનું નામ પલ્ટન મહાદેવ રાખવામાં આવ્યું હતું.

ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં પણ લશ્કરી ઈતિહાસ સાથે જોડાયેલું વધુ એક મહાદેવજીનું પ્રાચીન મંદિર આવેલું છે અને તેનું નામ તોપખાના મહાદેવ છે તોપખાના મહાદેવ લશ્કરની તોપો પરથી રાખવામાં આવેલુ છે. આ મંદિરના નામ અને ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના પણ બ્રિટીશ લશ્કરના હિંદુ સૈનિકોએ કરી હતી અને આ મંદિરની આસપાસના વિસ્તારમાં બ્રિટીશ લશ્કરની તોપો મુકવામાં આવતી હતી. જેના લીધે આ વિસ્તારનું નામ તોપખાના વિસ્તાર પડ્યુ હતું.

અંગ્રેજો વખતની કબ્રસ્તાનનો ઇતિહાસ

ડીસાના સુંદર રસ્તાઓ અંગ્રેજોએ બાંધેલ નાના-નાના બંગલાઓ સુંદર વૃક્ષો અને વિશાળ મેદાનો આજે પણ લોકોને અનેક યાદો તાજી કરાવી રહયા છે. ડીસામાં અંગ્રેજ શાસન વખતે તેમના મૃત્યુના કબ્રસ્તાન બનાવવામાં આવ્યા હતા. જેને જોવા માટે આજુ-બાજુ અને દૂરદૂરથી અનેક લોકો બીજાના કબ્રસ્તાન જોવા આવતા હતા. અહીં બે કબ્રસ્તાન હતા એક કબ્રસ્તાન ગોરાઓ માટેનું હતું. તેમાં આજે પણ થોડીક કબરો જળવાઇ રહેલી છે. સુંદર કલાકૃતિ વાળી ખબર હતી અને તેના ઉપર અદભુત લખાણ હતા. જે છેલ્લાં 25 વર્ષમાં નાશ પામી છે.

બીજું એક કબ્રસ્તાન એ.સી ડબલ્યુ સ્કૂલ રસ્તા પર આવેલુ છે. તે નવ કબ્રસ્તાન હતું. જેમાં સ્થાનિક ક્રિસચન ભાઈઓની કબર છે. આ કબરો પર લખેલા લખાણો અદ્ભુત હતા. કેટલાક લખાણો તો એટલા સંવેદનાઓથી ભરેલા હતા કે તે વાત જ માનવીના હૃદયના તાર ઝણઝણી ઊઠે છે. જોકે આ કબ્રસ્તાનની સાર સંભાળ જે રીતે લેવાવી જોઈએ તે રીતે લેવા વાળો રહ્યું નથી. રોક્ષબરો કુટુંબના સભ્યો આ કબ્રસ્તાનની સંભાળ રાખતા હતા પરંતુ તેમણે પણ છેલ્લા કેટલાક વખતથી કેરળથી આવેલ આ પાદરીઓને આ કબ્રસ્તાન સોંપી દીધેલ છે. કબ્રસ્તાનમાં દાખલ થતાં જ 15 વર્ષના પીટરની એ ખબર છે જે લશ્કરમાં ડ્રમ વગાડતો હતો.


ડીસામાં અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવેલા હવાઈ પિલ્લરનો ઇતિહાસ

ડીસામાં દાખલ થતાં જ ડાબી બાજુએ કચ્છી કોલોની તરફ રસ્તા ઉપર પોતાના ભવ્ય ભૂતકાળ અને કેટલીક વ્યથા અને વેદનાની કહાનીઓ હૃદયમાં સંઘરી જૂનું હવાઈ પીલ્લર આજે પણ લોકોને અંગ્રેજોની યાદ અપાવી રહ્યું છે. આ હવાઈ પીલ્લરનો ઇતિહાસ જોઇએ તો અહીંની આબોહવા અંગ્રેજોને ખૂબ જ પસંદ હતી. જેના કારણે અંગ્રેજોને ડીસા સૌથી વધુ પસંદ હતું. જેના કારણે ડીસા શહેરમાં અંગ્રેજોએ પોતાની લશ્કરી છાવણી અહીં રાખવામાં આવી હતી. ડીસામાં આવેલ હવાઈ પિલ્લર ઉપરથી પડીને એલીસમેરી નામની અંગ્રેજ યુવતી મૃત્યુ પામેલ તેની ખબર જૂના કબ્રસ્તાનમાં આજે પણ છે પરંતુ તેના ઉપરનું લખાણ અને નામની તકતી કોઈ કાઢીને લઇ ગયેલ છે. આ એલીસમેરીનો કૂતરો પણ મેરીની પાછળ કૂદી પડેલો અને તે પણ મૃત્યુ પામેલો તેની કબર હવાઈ પિલ્લરની બાજુમાં હતી પરંતુ છેલ્લાં વર્ષોમાં તે પણ નાશ પામે છે. ધીમે ધીમે ડીસા નગરપાલિકા દ્વારા હવાઈ પિલ્લરનો વિકાસ કરવામાં આવ્યો અને આજે અંગ્રેજો દ્વારા સ્થાપના કરવામાં આવેલ હવે લોકો માટે જોવાલાયક સ્થળ બની ગયુ છે.

ડીસામાં આવેલા એસ.સી ડબ્લ્યુ સ્કૂલનો ઇતિહાસ

આ સ્કૂલના સર્જન વર્ષ 1853 છે. તેની સ્થાપના ડીસાના મહાજન દ્વારા કરવામાં આવી હતી. ડીસાનું મહાજન તેને ચલાવતું હતું. આ સમયે ગુલામી કારણો તો લોકોને અંગ્રેજી ભાષાનો કોઈ જ્ઞાન ન હતું તે સમયે ડીસા વાસીઓને અંગ્રેજીનું મહત્વ સમજાવ્યું હતું. કેળવણીનું મહત્વ સમજાતું હતું. ત્યારે જ આ સ્કૂલનું સર્જન કરવામાં આવ્યું હતું. અંગ્રેજ સરકારના પંજામાંથી ભારતીને છોડાવવા એક વધુમાં ભારતના મંડાણ થઈ ચૂક્યા હતા. ઇતિહાસના આ એક યાદગાર સમયમાં એટલે કે 1857ની ફેબ્રુઆરી 10મી તારીખે હાઈસ્કૂલની અંગ્રેજ સરકારે પોતાના હસ્તક લઈ લીધી હતી તે સમયે સ્કૂલને અંગ્રેજો દ્વારા ગવર્મેન્ટ એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ ડીસા નામ આપવામાં આવ્યું હતું. આ શાળાને પહેલા સુકાની મળ્યા સ્વ કરસનદાસ મૂળજીભાઈ. 1828માં આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 58 હતી તે 1936માં વધીને 140 સુધી પહોંચી હતી. આજે આ શાળાને દોઢસો વર્ષ ઉપર થયા છે અને ધીમે ધીમે અંગ્રેજો દ્વારા સ્થાપના કરવામાં આવેલ આ શાળા આજે વિશાલ સ્વરૂપમાં ઉભી કરવામાં આવી છે અને બીજા શહેરની આજુબાજુના ગરીબ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છે.

ડીસા શહેરના પ્રાચીન મંદિરો અને તેમના નામો જ ડીસા શહેરના ભવ્ય ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે. કે ડીસા શહેરનો ઈતિહાસ કેટલો પ્રાચીન ઈતિહાસ છે. આ શહેરની સ્થાપના બ્રિટીશરો દ્વારા કરવામાં આવી હતી અને તે સમયગાળામાં અહી મંદિરો પણ બાંધવામાં આવ્યા હતા. આ મંદિરોના નામો આજે પણ ડીસામાં બ્રિટીશ શાશનની યાદોને તાજી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details