- પાલનપુરમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા સિવિલમાં નંખાયો પ્લાન્ટ
- આ પ્લાન્ટમાં કલાકમાં 28 કિલો શુદ્ધ ઓક્સિજન બનશે
- દરરોજ 35 દર્દીઓને ઓક્સિઝન આપી શકાશે
બનાસકાંઠા: સમગ્ર દેશ અત્યારે કોરોના વાઇરસના ભરડામાં છે અને કોરોના વાઇરસની બીજી લહેરમાં સૌથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેની ભારે માંગ ઉઠી છે. એકસાથે સમગ્ર ગુજરાતમાં ઓક્સિજનની માંગ ઉઠતા ભારે અછત સર્જાઇ છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ઓક્સિજનની અછત સર્જાતા જિલ્લામાં 10 જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જો કે મોડી સાંજે 15 મેટ્રીક ટન જેટલો ઓક્સિજનનો જથ્થો જામનગરથી લાવીને જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં ફાળવી દેવાયો હતો. જો કે એ જામનગરથી મંગાવેલા ઓક્સિજનનો જથ્થો સાંજ સુધી ચાલી શકે એટલો જ હતો.
કરોડો રૂપિયાના ખર્ચે 28 કિલો શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન થાય છે
પાલનપુરની 160 બેડની બનાસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય અને કોઈ દર્દીનું ઓક્સિજનના અભાવે મોત ન થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કલાકના 28 કિલો શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને ત્યારબાદ આ પ્લાન્ટમાંથી પાઇપલાઇન દ્વારા કોવિડ-19 હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યો છે આ પ્લાન્ટ નાખવાથી હવે ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન થશે અને કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નહિ સર્જાય.
બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછતથી અનેક દર્દીઓના મોત