ગુજરાત

gujarat

ETV Bharat / state

Organ Donation Yatra in Ambaji : દાન કરાયેલું શરીર 8 લોકોના જીવ બચાવી શકે છે, અંબાજીમાં અંગદાન યાત્રાનું આયોજન

અંબાજીમાં અંગદાન જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન (Organ Donation Yatra in Ambaji) કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય સહિત અનેક સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ખાસ કરીને એક માણસ દ્વારા દાન કરાયેલું શરીર 8 લોકોના જીવ બચાવી શકે છે.

Organ Donation Yatra in Ambaji : દાન કરાયેલું શરીર 8 લોકોના જીવ બચાવી શકે છે, અંબાજીમાં અંગદાન યાત્રાનું આયોજન
Organ Donation Yatra in Ambaji : દાન કરાયેલું શરીર 8 લોકોના જીવ બચાવી શકે છે, અંબાજીમાં અંગદાન યાત્રાનું આયોજન

By

Published : Mar 7, 2022, 11:54 AM IST

બનાસકાંઠા : શક્તિપીઠ અંબાજીમાં 6 કિલોમીટર દૂરથી અંગદાન (Organ Donation Yatra in Ambaji) માટે પદયાત્રાનું આયોજન કર્યું હતું. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન થકી જીવ બચાવવાનો પ્રયાસ, તેમજ લોક જાગૃતિ (Awareness about Organ Donation in Ambaji) માટે જન જાગરણ પદયાત્રાનું આયોજન કર્યું હતું.

અંબાજીમાં અંગદાન જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન

આ પણ વાંચો :Organ Donation Surat: ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

ઝંડી આપી પદયાત્રાને પ્રસ્તાન કરાવી

આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ પ્રધાન કે.સી પટેલએ અંગદાનને લઈ માર્ગદર્શન કર્યું હતું. તેમજ પ્રેરક પદયાત્રાને ઝંડી (Planning a Walk in Ambaji) આપી પ્રસ્તાન કરાવી હતી. આ ઉપરાંત પદયાત્રામાં અનેક મહાનુભાવો સાથે સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા.

આ પણ વાંચો :Organ Donation In Surat: સુરતમાં હાથનું દાન કરાવવાની બીજી ઘટના, મહારાષ્ટ્રની 35 વર્ષની મહિલાને મળી નવી જિંદગી

પદયાત્રામાં અનેક મહાનુભાવો સાથે સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ જોડાયા

વિજ્ઞાન ભલે આધુનિક બની ગયું હોય પરંતુ તે લોહી બનાવી શકતું નથી, તે જ રીતે આધુનિક વિજ્ઞાન અંગો અને કોશિકાઓનું નિર્માણ કરી શકતું નથી. પણ જે વ્યક્તિનું બ્રેઈન ડેડ થઈ ગયું હોય, તેવા લોકોને તેમના સ્વજનો દ્વારા અંગોનું દાન કરી શકાય છે. ખાસ કરીને એક માણસ દ્વારા દાન કરાયેલું શરીર 8 લોકોના જીવ બચાવી શકે છે. જેમાં ફેફસાં, હૃદય, સવાદુપીંડ, લીવર, કિડની અને નાનું આંતરડું જેનાથી અન્ય વ્યક્તિનું જીવ બચાવી શકાય છે. 6 કિલોમીટર પગપાળા ચાલેલી આ યાત્રા (Planning of Organ Donation Walk in Ambaji) અંબાજી મંદિરે પહોંચી ચાચર ચોકમાં સાયં કાળ મહા આરતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details