- બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરીમાં વધારો
- બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ બોર્ડર પરથી ગેરકાયદેસર ફેલ્સપાર ભરેલું ટ્રેલર ઝડપાયું
- પાંથાવાડા પોલીસે ફેલ્સપાર સહિત કુલ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જ હોવાથી દરરોજ રાજસ્થાનમાંથી ગુજરાતમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હેરાફેરી કરવામાં આવે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોડર અને ગુંદરી ચેકપોસ્ટ એ રાજસ્થાન અને ગુજરાતની મેઈન બોર્ડર માનવામાં આવે છે. આ બોર્ડર પરથી દરરોજ અનેક પ્રકારની ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે, પરંતુ ક્યારેક પોલીસની સતર્કતાને કારણે વારંવાર અને ગેરકાયદેસર વસ્તુઓ ઝડપાઈ જતી હોય છે.
પાંથાવાડા પોલીસે ફેલ્સપાર સહિત કુલ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો આ પણ વાંચોઃખોડા ચેકપોસ્ટ પરથી દારૂ અને ટ્રેલર સહિત બે આરોપીઓની અટકાયત
બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ બોર્ડર પરથી ગેરકાયદેસર ફેલ્સપાર ભરેલું ટ્રેલર ઝડપાયું
જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીની ફરિયાદો ખૂબ જ ઊઠવા પામી છે, જેમાં રોયલ્ટી વગર ખનીજ ભરીને જતા અનેક વાહનો અત્યાર સુધી ઝડપાયા છે. તે દરમિયાન આજે પાંથાવાડા પોલીસ પણ ગુંદરી ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી. તે સમયે ફેલ્સપાર ભરીને એક શંકાસ્પદ ટ્રેલર પસાર થઈ રહ્યુ હતું. આથી પોલીસે ટ્રેલરને થોભાવી તેની તપાસ કરતા રોયલ્ટી વગર ફેલ્સપાર ભરીને ગુજરાતથી રાજસ્થાનના અબુ રોડ તરફ જઈ રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. તો સિરામિક માટે વપરાતા ફેલ્સપાર ભરીને જઈ રહેલા અને ખનીજ ચોરી કરતા પોલીસે ટ્રેલરને જપ્ત કર્યું હતું. પાંથાવાડા પોલીસે ફેલ્સપાર સહિત કુલ રૂ. 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરી તેના માલિક સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરીમાં વધારો આ પણ વાંચોઃજસદણમાં કારની CNG ટાંકીમાં છુપાવીને લવાતો રૂ. 2 લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપાયો