- આરોગ્ય કર્મીઓએ સુવિધા મામલે કરી રજૂઆત
- યોગ્ય સુવિધા આપવા લેખિતમાં રજૂઆત
- સુવિધા ન મળે તો કામકાજ ન કરવા આવેદન અપાયું
સાબરકાંઠા:જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા મંગળવારે તંત્રને અલ્ટીમેટમ આપી આગામી સમયમાં સુવિધા આપવા રજૂઆત કરાઇ છે. જેમાં જિલ્લા કલેક્ટરે કર્મચારીઓ માટે બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન રિઝર્વ રાખવા સૂચના આપવામાં આવી છે. જોકે તંત્રની સૂચના હોવા છતાં કર્મચારીઓ માટે આરોગ્ય તંત્રએ કોઈ સુવિધા ન કરતા તંત્રની લાપરવાહીને પગલે ગઈ રોજ એક આરોગ્ય કર્મચારીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
આ પણ વાંચો:બે વખત કોરોના સંક્રમિત થયા બાદ પણ ભાવનગરના યુવાને નિભાવી કોરોના વોરિયર્સની ભૂમિકા
કોવિડ-19ની કામગીરીથી અળગા રહેવા ચીમકી ઉચ્ચારી
યોગ્ય સારવાર અને વેન્ટિલેટર ન મળતા ગઈ કાલે આરોગ્ય કર્મચારીનું મૃત્યુ થતાં મામલો ગરમાયો છે. જેના પગલે મંગળવારે કોઈ ચોક્કસ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો બુધવારથી આરોગ્ય કર્મચારીઓ કોવિડ-19ની કામગીરીથી અળગા રહેવા ચીમકી ઉચ્ચારી છે.