ગુજરાત

gujarat

ETV Bharat / state

અમીરગઢ પોલીસે બે વર્ષમાં વિવિધ ગુનામાં ઝડપાયેલા દારૂનો નાશ કર્યો - Destroy in the presence of drunken officers

બનાસકાંઠા: જિલ્લાના અમીરગઢ પોલીસે 2018/19માં 82 જેટલા અલગ-અલગ ગુનામાં 1 કરોડથી વધુની કિંમતનો ઝડપાયેલ વિદેશી દારૂનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.

bbanaskatha
અમીરગઢ પોલીસે 2018/19 ના વિવિધ ગુનામાં ઝડપાયેલા દારૂનો કર્યો નાશ

By

Published : Dec 11, 2019, 7:10 PM IST

બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાથી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ વેચાય છે અને પીવાય પણ છે, પરંતુ કેટલીકવાર અંગત બાતમીના આધારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

અમીરગઢ પોલીસે 2018/19 ના વિવિધ ગુનામાં ઝડપાયેલા દારૂનો કર્યો નાશ
અમીરગઢ પોલીસે 82 જેટલા અલગ અલગ ગુનામાં પકડાયેલ એક કરોડથી વધુના દારૂના જથ્થાનો અમીરગઢ સેલટેક્સ કચેરી પાસે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પી.એચ. ચૌધરી D.Y.S.P ડીસા, SDM કે.એસ.પ્રજાપતિ, નશાબંધી અધિકારી એફ.જી.મોદી, અમીરગઢ PSI તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details