બનાસકાંઠા : અમીરગઢમાં આવેલા જેસોર રીંછ અભ્યારણમાં (Amirgarh Jessore Abhyaranya) ફરી રહેલા રીંછ ઘણીવાર ખોરાક- પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. આ કારણે રીંછના લોકો પર હુમલાઓ પણ ઘણીવાર થયેલા છે, ત્યારે આવી જ એક ઘટના જેસોર અભ્યારણને (Jessore Bear Sanctuary) હદ પર આવેલા ઇશ્વાની માતાજીના મંદિરમાં આરામ કરતા એક વ્યક્તિ ઉપર હુમલો થયો છે. વ્યક્તિ ઇષ્વાની માતાના મંદિરે ખાટલો નાખી રાત્રીના સમયે મીઠી ઊંઘ માણી રહ્યા હતા. તે દરમિયાન ખોરાક અને પાણીની શોધમાં જંગલમાંથી એક રીંછ ત્યાં આવ્યું હતું.
આ પણ વાંચો :ગરમીથી ત્રસ્ત રીંછને પાણી મળતા જ કરી ધમાલ, જૂઓ વીડિયો
હુમલામાં વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત -અમીરગઢના જેસોર પાસે આવેલા ઇસવાણી માતાના (Iswani Mata Mandir) મંદિરે સુતેલા વ્યક્તિ આંખ ખુલી ત્યાં રીંછે જીવલેણ હુમલો કરી દીધો હતો. રીંછના આ હુમલામાં તેઓને માથા અને આંખના ભાગે બચકા ભર્યા હતા. રીંછ દ્વારા વ્યક્તિ પર હુમલો (Amirgarh Bear Attack) કરતા વ્યક્તિ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. જેથી આજુબાજુના લોકો દોડી આવતા રીંછ જંગલમાં અદ્રશ્ય થઈ ગયું હતું. જે બાદ રીંછના હુમલામાં વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેઓ પાલનપુર સારવાર હેઠળ છે.
આ પણ વાંચો :રસ્તાઓમાં ખુલેઆમ ફરતા જોવા મળ્યા રીંછ
ફોરેસ્ટ અધિકારીની પ્રતિક્રિયા -અમીરગઢના ઇષ્વાની બીટના ફોરેસ્ટ પંકજભાઈએ જણાવ્યું હતું કે, જંગલમાંથી જંગલી જાનવરો ઘણીવાર ખોરાક -પાણી માટે રસ્તા પર આવી જતા હોય છે. તેથી જંગલ વિસ્તારના આસપાસ વસવાટમાં કરતા લોકોને રાત્રીના (Amirgarh Man Bear Attack) સમયે બહાર ન નીકળવા માટે અગાઉથી સૂચના આપેલી છે. ઉલ્લેખનીય છે કે, જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓ અવાર નવાર રસ્તા પર ખુલી હવા કે, ખોરાક, પાણી માટે આવી જતા હોય છે, ત્યારે કેટલીક વાર આ પ્રકારના પ્રાણીઓ લોકો પર હુમલો પણ કરતા હોય છે. તો બીજી તરફ લોકોની પણ મહદંશે બેદરકારીઓ હોય છે કે, જંગલ વિસ્તાર નજીક હોવાથી રાત્રીના સમયે બહાર ફરતા અથવા આરામ ફરમાવતા હોય છે.