ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે અમીરગઢ કોર્ટનો સીમા ચિહ્નરૂપ ચૂકાદો - Amirgarh court

બનાસકાંઠા: વિદેશી દારૂની હેરાફેરી દરમ્યાન પોલીસની આંખોમાં સ્પ્રે નાંખી પોલીસની ખાનગી કારની લૂંટ કરનારા રાજસ્થાનના બે ઈસમોને દારૂના ગુનામાં તકસીર વાર ઠરાવી ત્રણ વર્ષની સજા અમીરગઢ કોર્ટ ફટકારી છે.

etv bharat banas

By

Published : Sep 1, 2019, 6:14 PM IST

અમીરગઢ બોર્ડર પર થોડા દિવસ અગાઉ એક શંકાસ્પદ કારની ચેકીંગ દરમ્યાન કારની અંદરથી દારૂ મળી આવતા પોલીસ દ્વારા તે આરોપીઓને પકડવામાં આવતા પોલીસની આંખોમાં સ્પ્રે નાખીને પોલીસની ખાનગી કારની લૂંટ કરીને બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

આ આરોપીઓની અમીરગઢ પોલીસે ધરપકડ કરી હતી. તેમજ તેમના સામે અમીરગઢ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા તેમનો કેસ અમીરગઢ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબ જી.એસ.દરજી સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ઉપરોક્ત બંને આરોપીઓને વિદેશી દારૂના ગુનામાં તકસીર વાર ઠરાવી તેમજ પોલીસની ખાનગી કારની લૂંટ કરનારને ત્રણ વર્ષની સાદી કેદ તથા એક લાખ રૂપિયાનો દંડ તેમજ દંડ ભરપાઈ ન કરે તો નવ મહિનાની સજા કરતો સીમાવર્તી ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.

આમ, અમીરગઢ કોર્ટ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમો સામે ઉપરોક્ત ચૂકાદાને કારણે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ તથા કાયદાની છટકબારીથી છૂટી જનારા આરોપીઓમાં કાયદાની સચ્ચાઈનો અનુભવ થયેલો જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details