ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઇરસના વધતા કહેરને ધ્યાનમાં રાખી પાલનપુર તાલુકાનું ગઢ ગામ સ્વયંભૂ લોકડાઉન - આયુર્વેદિક ઉકાળા

પાલનપુર તાલુકામાં આવેલા ગઢ ગામમાં કોરોના મહામારીને કારણે ફરી એકવાર 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે. ગામમાં કોરોના વાઇરસથી લોકોને બચાવવા માટે ગ્રામ પંચાયતે ગામના અગ્રણીઓ સાથે મળી આ નિર્ણય લીધો છે.

corona virus in Banaskantha
corona virus in Banaskantha

By

Published : Sep 22, 2020, 8:26 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં ફરી એકવાર કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા લોકોના કોરોના સંક્રમણના કારણે દિવસેને દિવસે કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા લોકડાઉન ખોલતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. જે બાદ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસ જે વિસ્તારમાં હોય તેવા વિસ્તારોને કન્ટેનમેન્ટ કરી સારવાર આપવામાં આવી હતી, પરંતુ સતત વધી રહેલા સંક્રમણના કારણે તેની દિવસે કોરોના વાઇરસના કેસ ઓછું થવાનું નામ જ ન લેતા હતા. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સતત આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળા તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં મહદઅશે કોરોના વાઇરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના વાઇરસની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે.

ગામમાં કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે ગ્રામ પંચાયતે ગામના અગ્રણીઓ સાથે મળી આ નિર્ણય લીધો

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં એક જ દિવસમાં 50થી પણ વધુ કોરોના વાઇરસના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વધતા જતા કોરોના વાઇરસના કેસને કારણે બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગઢ ગામમાં કોરોના મહામારીને કારણે ફરી એકવાર 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું

પાલનપુરના ગઢ ગામમાં 4 દિવસમાં જ કોરોનાના 9 કેસો નોંધાતા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે. જેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 22થી 1 ઓક્ટોબર સુધી એમ કુલ 10 દિવસ સુધી ગામમ લોકડાઉન જહેર કરાયું છે. આવશ્યક ચીજવસ્તુ જેવી કે ડેરી, ખેતી વિષયક, આરોગ્ય સેવા તેમજ કરિયાણા સિવાય અન્ય ધંધા રોજગાર બે કલાક સુધી જ ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો છે.

ગઢ ગામમાં 4 દિવસમાં જ કોરોનાના 9 કેસો નોંધાતા ગ્રામજનો ફફડી ઉઠ્યા

ગઢ ગામના વેપારીઓ પણ ગઢ ગ્રામ પંચાયતના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને તમામ દુકાનો 2 કલાક બાદ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે મંગળવારે 2 કલાકના સુમારે ગઢ ગામે તમામ દુકાનો એક પછી એક બંધ થવા લાગી હતી. આ સાથે દુકાનદારોએ માસ્કનો ઉપયોગ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરાઈ છે. જો કોઇ હુકમનો ભંગ કરશે તો તેને દંડ તથા ગ્રામ પંચાયત અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. લોકોએ પણ પંચાયતના આ નિર્ણયને આવકાર્યો છે.

ગઢમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગામની સુખાકારીને ધ્યાનમાં લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. 10 દિવસ સુધી લોકો પોતાના ઘરમાં રહી સ્વયભું જનતા કરફ્યૂની અમલવારી કરાવી કોરોના વાઇરસને ફેલાતો અટકાવી દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરે તેવું ગ્રામજનો આશા રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details