આગામી ટુંક સમયમાં રાજ્ય સરકાર સહીત કેન્દ્ર સરકારનું વર્ષ 2019 માટેનું બજેટ રજુ થનાર છે. જેમાં ગુજરાતનાં એક માત્ર માર્બલ ઉદ્યોગ જે અંબાજી ખાતે આવેલ છે તે અંગે દુર્લક્ષ્ય સેવાઇ રહ્યુ છે. સરકારનાં બજેટમાં અંબાજીનાં માર્બલ ઉદ્યોગનો ઉલ્લેખ જ કરવામાં આવતો નથી. જો કે, હાલમાં બજારોમાં અનેક પ્રકારની ટાઈલ્સના ઉદ્યોગે મારબલ ઉદ્યોગની કમર તોડી નાખી છે. સાથે જ આ ધંધા પર GST નાખવામાં હોવાથી પુરતો વેપાર થતો નથી. જેથી કેન્દ્રના બજેટમાં મારબલ ઉદ્યોગને જીવંત રાખવા GSTનો દર ઓછો કરવામાં આવે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.
અંબાજીનો માર્બલ ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયો - slump
અંબાજીઃ આરસ પત્થરના નામે ઓળખાતો માર્બલ ગુજરાતમાં એક માત્ર અંબાજી વિસ્તારની ધરતીમાંથી મળી આવે છે. જેમાં 40 જેટલી ખાણો સહીત 10 ગેંગ્સો મશીન તથા માર્બલના પાટીયા વેંચતા 100 ઉપરાંત ટ્રેડીંગ સેન્ટરો આવેલાં છે. ત્યારે હાલમાં આ ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે.
જો કે, માર્બલ ઉદ્યોગને સૌથી મોટો ફટકો સીરામીક ટાઇલ્સનાં કારણે પડ્યો છે. સીરામીક ટાઇલ્સ સરળતાંથી ફિટીંગ થઇ શકે છે અને તે પ્રોડક્ટ કરેલ માલ ગણાય છે. ત્યારે કુદરતનાં પેટાળમાંથી નિકળેલા માર્બલની ફિટીંગ, કટીંગ અને પોલીસીંગ જેવી પ્રક્રીયામાંથી પસાર થવુ પડે છે. જેથી લોકો સીરામીક તરફ વળ્યા છે, પરીણામે માર્બલ ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયો છે. ત્યારે માર્બલ માટીની જેમ કુદરતી ઉપજ હોઇ તેનાં સામે સરકારે ટેક્સ ઘટાડવો જોઇએ અને સાથે મોંઘા ટ્રાન્સપોર્ટેશન ડાટ ટ્રાન્પોટેશનનો ખર્ચ ઘટાડવા અંબાજીને રેલ માર્ગ સાથે સાંકળવામાં આવે તો અંબાજીનો મારબલ દેશના ખુણા સુધી પહોંચી શકે છે.
ગુણવત્તાની દ્રષ્ટીએ અંબાજીનાં માર્બલમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવાથી માર્બલને સારો ગણવામાં આવે છે. આ માર્બલનો પાવડર ડિટરજંટ, ટેલકમને ટુથપેસ્ટ જેવી કંપનીઓમાં પણ ડિમાંડ વધુ રહેતી હોવાથી રાજ્યને કેન્દ્ર સરકારે અંબાજીનાં માર્બલ ઉદ્યોગને વિશેષ દરજ્જો આપી અંબાજીની GIDCને વધુ વિકસીત કરે અને બજેટમાં પણ સારો લાભ મળે અને અંબાજીને રેલ્વે લાઈન ફાળવવામાં આવે તેવી આશા આ માર્બલ ઉદ્યોગકારો રાખી રહ્યા છે.