લોકસભાની ચૂંટણી બાદ વર્ષ 2019ની પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવા અંગેની તાકિદ સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે બનાસકાંઠા જિલ્લાના 20,000 લોકોની વસ્તી ધરાવતા અંબાજી ગામમાંથી 20 લોકો પણ આ ગ્રામસભામાં જોડાયા ન હોતા.
ફિયાસ્કો: 20 હજારની વસ્તી વાળા અંબાજીની ગ્રામસભામાં 20 માણસો પણ હાજર નહી - Gramsabha
બનાસકાંઠા: રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોની ગ્રામસભા 15મી જૂન સુધીના સમયગાળામાં આયોજન કરવા અંગેની તાકીદ કરવામાં આવી હતી. જે સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે લોકસભા ચૂંટણીના અંત બાદ વર્ષ 2019ની પ્રથમ ગ્રામસભાનું આયોજન શનિવારના રોજ કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
શનિવારના રોજ જોયાયેલી આ ગ્રામસભામાં મોટા ભાગની ખુરશીઓ ખાલી પડેલી જોવા મળી હતી. ત્યારે આ ખાલી પડેલી ખુરશીઓ જોતા ગ્રામસભાનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. જો કે આ સભામાં અંબાજી ગ્રામપંચાયતના સરપંચ, સેક્રટરી સહિત કેટલાક વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગ્રામસભામાં કોઇ પણ અન્ય અધિકારીઓ જોવા મળ્યા ન હતા. તો આ ગ્રામસભામાં માત્ર 4 થી 5 ગ્રામજનો સિવાય કોઈ દેખાયું ન હતું. તેમ છતાં પણ ગ્રામપંચાયતના સેક્રેટરીના જણાવ્યા મુજબ આ સભામાં અંબાજીના દબાણના પ્રશ્નો, તેમજ વિકાસની બાબત તેમજ સરકારની નવીન યોજનાઓ અંગેની ચર્ચાઓ કરવામાં આવી
હતી.