બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી ગુજરાતનુ જ નહીં પણ ભારતભરનું(Banaskantha Ambaji Templ) પ્રસિદ્ધ શક્તિપીઠ છે. જેને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. જોકે કોરોના મહામારીને લઈને અંબાજી મંદિર બંધ પણ કરવામાં આવ્યું હતું અને કેટલાક અંશે કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા ફરીથી અંબાજી મંદિર સરકારની SOP પ્રમાણે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. જેને લઈને અનેક શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે (Ambaji Temple)પહોંચી દર્શનનો લાભ લઈ રહ્યા છે. દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયા બાદ માતાજીના દર્શનનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી.
રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન
અનેક શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી(Ambaji Temple Darshan ) વંચિત નહીં રહી જાય તે માટે નિયમ બદલાયો છે. હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે. પણ તેવામાં અનેક શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનારશ્રદ્ધાળુઓદર્શનથી વંચિત નહીં રહી જાય તેવી ભાવના સાથે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લઈ શ્રદ્ધાળુઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન માંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે. હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે પણ તેવા શ્રદ્ધાળુઓ એ રસીના બે ડોઝ ફરજીયાત લીધેલા હોવા જોઈએ અને માસ્ક પણ ફરજીયાત પહેરવું પડશે અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લેવાનો રહેશે.