પરિસરમાં પ્રસાદને લઈને ચિક્કીના છાજિયા લીધા, ભાજપમાં ફરી એક પડ્યું રાજીનામું અંબાજી : અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતાં તેનો વિરોધ હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ જોવાઈ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને કોંગ્રેસ દ્વારા તો વિરોધ ચાલુ જ છે. ત્યારે હવે ભાજપ મહિલા મોરચાની બહેનોએ પ્રસાદના વિવાદને લઈને ચીકીના છાજીયા લઈને વિરોધ કર્યો હતો.
વડાપ્રધાન સુધી વાત પહોંચી છે :દાંતા સ્ટેટના રાજવીએ પણ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. નરેન્દ્રભાઈ માતાજીના અનન્ય ભક્ત છે. તેઓ નવરાત્રિના નકોરડા ઉપવાસ પણ કરે છે. આથી દાંતા સ્ટેટના રાજવી મહારાજ પરમવીર સિંહે વડાપ્રધાન મોદીને અપીલ કરી છે અને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવા કહ્યું છે.
આ પણ વાંચો :Ambaji Temple: ભક્તોએ ચિકીના પ્રસાદથી જ માનવો પડશે સંતોષ, ETV Bharatના પ્રશ્નના જવાબમાં પ્રવક્તા પ્રધાનની સ્પષ્ટતા
ભાજપ મહિલા મોરચાએ સુત્રોચ્ચાર કર્યા :અંબાજી મંદિર પરિસરમાં ભાજપનો મહિલા મોરચો આવ્યો હતો. ચીકીના નામના છાજિયા લીધા હતા અને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવા માટે સુત્રોચ્ચાર સાથે માંગ કરી હતી. અંબાજી શહેર ભાજપના ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટે રાજીનામું આપ્યું હતું. તેવી જ રીતે નિરુ દવેએ પણ પ્રસાદને લઈને ભાજપ જિલ્લા કારોબારી સમિતિના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાવવા માટે ભાજપના જ કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.
આ પણ વાંચો :VHP Protest: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં થાય તો જૂનાગઢ VHP કરશે ઉગ્ર આંદોલન
ભાજપની 156 બેઠકો આવી પછી કશું સાંભળતી નથી :ભાજપ જિલ્લા કારોબારી સભ્ય નીરુ દવેએ જણાવ્યું હતું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવો જોઈએ. હાલ હું જિલ્લા કારોબારીમાંથી રાજીનામું આપું છું અને મારી પાછળ બીજા ભાજપના કાર્યકર્તાઓ પણ રાજીનામા આપવા તૈયાર છે. ભાજપની 156 બેઠકો આવી ગઈ છે. એ જ ભાજપ સરકાર હાલ પ્રજાનું અને માઈ ભક્તોની માંગણીને સાંભળતી નથી. મોહનથાળનો પ્રસાદ ચાલુ થવો જ જોઈએ. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ જ ભાજપના અંબાજી શહેરના ઉપપ્રમુખ સુનીલ બ્રહ્મભટ્ટે રાજીનામું આપ્યું હતું. હવે આનો પડઘો વિધાનસભામાં પણ ગુંજ્યો છે. જોકે, સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ ચીકીના પ્રસાદનું જ ગાણું ગાય છે.