ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાયરસને ધ્યાને લઈ અંબાજી મંદિર 31 માર્ચ સુધી બંધ રહેશે

શ્રદ્ધાળુઓની સલામતીને લઈને યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે પ્રતિબંધ ફરમાવાયો છે. જેના લીધે 31 માર્ચ સુધી અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે મંદિર વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

કોરોના વાયરસને ધ્યાને લઈ અંબાજી મંદિર 31 માર્ચ સુધી બંધ રહેશે
કોરોના વાયરસને ધ્યાને લઈ અંબાજી મંદિર 31 માર્ચ સુધી બંધ રહેશે

By

Published : Mar 19, 2020, 10:51 PM IST

બનાસકાંઠાઃ શ્રદ્ધાળુઓની સલામતીને લઈને યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે પ્રતિબંધ ફરમાવાયો છે. જે પ્રકારે 31 માર્ચ સુધી અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ રહેશે. લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે મંદિર વહીવટીતંત્ર દ્રારા આ નિર્ણય લેવાયો છે. સાથે સાથે આરોગ્યની ટિમો પણ કામ કરી રહી છે, ત્યારે આગામી ચૈત્રી નવરાત્રિમાં લાખો માઇભક્તોમા અંબાનાં દર્શને આવતા હોય છે અને આ માઇભક્તોની સુરક્ષાને લઇને આ નિર્ણય લેવાયો છે.

કોરોના વાયરસને ધ્યાને લઈ અંબાજી મંદિર 31 માર્ચ સુધી બંધ રહેશે

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાલ સ્વાસ્થ્યને ધ્યાને લઈ અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમ કે, શાળા ,કોલેજ બંધ રખાયા છે. તમામ લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે આરોગ્ય લક્ષી સુવિધાઓ તેમજ બહીર ફરવા માટે ગયેલા લોકોનું ચકીગ હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત કોરોના વાયરસને લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્રએ કોઈ જ પ્રકારની કચાસ રાખી નથી. તેથી તમામ જગ્યાએ સભા ,સરઘસ, મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જગવિખ્યાત અંબાજી માતાજીનું મંદિર પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાંં આવ્યો છે. જે મામલે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરે જણાવ્યું હતું કે, લોકો અને શ્રદ્ધાળુઓની સલામતીને લઈને યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે ન આવે જેથી પ્રતિબંધ ફરમાવાયો છે.

ABOUT THE AUTHOR

...view details