બનાસકાંઠા દિવાળીના દિવસે લાખો શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજી (Diwali Ambaji temple) મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. પણ આ વખતે દિવાળીના દિવસે માં અંબેના ભક્તો માતાજીના દર્શનનો લાભ લઇ શકશે નહી. દિવાળીના દિવસે અંબાજી મંદિર દિવસ ભર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. કારણ કે, દિવાળીના દિવસે અમાવસ્યા છે ને આ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ (Surya Grahan 2022) હોવાના કારણે મંદિર આખો દિવસ બંધ રહેશે.(surya grahan october 2022)
દિવાળી પર અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ - surya grahan october 2022
આ વખતે દિવાળીના દિવસે માં અંબેના (Diwali Ambaji temple) ભક્તો માતાજીના દર્શનનો લાભ લઇ શકશે નહીં. દિવાળીના દિવસે અંબાજી મંદિર દિવસભર દર્શનાર્થીઓ (Surya Grahan 2022) માટે બંધ રહેશે. આ ઉપરાંત છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે તે પણ આ વખતે બંધ રાખવામાં આવ્યો છે. શું છે કારણ જૂઓ. (Ambaji temple closed in Diwali day)
અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર દિવાળીના દિવસે સવારની આરતી 7:30 વાગ્યે કરાતી હતી. તેના બદલે વહેલી પરોઢિયે (Diwali Ambaji temple) સવારના 4:00 આરતી કરવામાં આવશે. જેનો સવારે 4.39 ગ્રહણનો વેધ લાગતો હોવાથી મંદિર દર્શનાર્થીઓ માટે દિવસભર બંધ રહેશે અને સાંજની આરતી 6:30 કલાકે કરવામાં આવે છે. તેના બદલે રાત્રીના 9:30 એટલે કે સાડા નવ કલાકે કરવામાં આવશે. જોકે બેસતા વર્ષના દિવસે એટલે કે તારીખ 26ના દિવસે સવારની આરતી 6:00 કરવામાં આવશે. એટલું જ નહી બેસતા વર્ષના દિવસે એટલે કે નવા વર્ષના નવા દિવસે માં અંબેને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને છપ્પનભોગનો અન્નકુટ ધરાવવામાં આવે તે પણ આ વખતે બંધ રાખવામાં આવ્યો છે. (Ambaji temple closed in Diwali day)
મીઠાઈને માતાજીના સન્મુખ ધરાવી શકાય નહી અન્નકુટના ધરાવવામાં આવતી મીઠાઈઓ આગળના (Ambaji Temple in Diwali) દિવસમાં બની જતી હોય છે. તેના ઉપર એના ઉપર ગ્રહણનો વેદ લાગેલો હોવાથી મીઠાઈને માતાજીના સન્મુખધરાવી શકાય નહીં. તેના કારણે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ ધરાવવાનું મુલતવી રાખવાનું આવેલ છે. જ્યારે ભાઈબીજથી લાભપાંચમ સુધી સવારની આરતી 6. 30 કલાકે કરવામાં આવશે. ત્યારબાદ મંદિરમાં સવારની આરતી 7. 30 કલાકે રાબેતા મુજબ રહેશે.(ambaji temple darshan time)
તારીખ | દિવસ | સમય પત્રક |
25/10/2022 | દિવાળી | સવારે 4.00 થી 4.30 |
25/10/2022 | દિવાળી | સાંજ 9.30 કલાકે |
26/10/2022 | બેસતુ વર્ષ | સવારે 6.00થી 6.30 |
27/10/2022 | સવારે 6.30 કલાકે | |
29/10/2022 | સવારે 6.30 કલાકે |