અંબાજી: કોરોના મહામારીના કારણે આ વર્ષે અંબાજીમાં યોજાતો ભારદવી મેળો રદ કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન ત્રણ મહિના અંબાજી મંદિર બંધ રહ્યું હતું. દર્શનાર્થીઓ રોડ પર ઊભા રહી માતાજીના દર્શન કરતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિર સોમવારથી 12 દિવસ માટે બંધ રાખવામાં આવશે
કોરોના ઇફેક્ટ: અંબાજી મંદિર 12 દિવસ માટે બંધ - Ambaji temple news
કોરોના મહામારીના કારણે અંબાજી મંદિર સોમવારથી 12 દિવસ માટે બંધ રાખવામાં આવશે. અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે, પરંતુ આ વર્ષે ભાદરવી મેળો પણ રદ કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિર 12 દિવસ માટે બંધ
અંબાજી મંદિરની બહારના રોડ પર લગાવેલી જાળી પાસે જ ભક્તોએ દર્શન કરી માતાજીને પ્રસાદ અને ચુંદડીઓ રોડ પર મુકી હતી. જ્યારે વાહન ચાલકો પણ વાહનોમાં બેસીને જ માતાજીને નતમસ્તક કરતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લોકોડાઉનમાં ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આ વર્ષે કોરોના મહામારીના કારણે ધાર્મિક ઉત્સવો પર પ્રતિબંધ મુક્યો છે. જેથી અંબાજીમાં યોજાતો ભાદરવી મેળો પણ રદ થયો છે. અંબાજી મંદિર સોમવારથી 12 દિવસ માટે બંધ રાખવામાં આવશે.