અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં આજે પોષ સુદ પૂર્ણિમાને માં અંબેનો પ્રાગટ્યોત્સવ એટલે કે જન્મોત્સવની ઉજવણી ખુબ જ ધામધુમથી કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને લઇ અંબાજી મંદિર 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાતા આજે માતાજીનાં પ્રાગટ્યોત્સવ હોવા છતાં મંદિર પરિસરમાં યાત્રિકો વગર સૂમસામ (Ambaji Temple Darshan 2022 ) જોવા મળ્યું હતું. તેમ છતાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે વર્ષ પરંપરાગત રીતે ઉજવાતી ધાર્મિક ક્રિયાઓને રાબેતા મુજબ રાખી હતી ને વિવિધ કાર્યક્રમો મંદિર ટ્રસ્ટે (Ambaji Poshi Poonam Celebration) યોજ્યાં હતાં.
મહાશક્તિ યજ્ઞ આયોજિત થયો
શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિર બંધ હોવા છતાં અંબાજી મંદિર ચાચરચોકમાં દર વર્ષે આયોજિત કરાતાં મહાશક્તિ યજ્ઞનું આયોજન આજે પણ કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લા કલેકટરના યજમાન પદે હવનની તમામ ધાર્મિક ક્રિયાઓને પૂજા-વિધિ (Ambaji Poshi Poonam Celebration) કરાઇ હતી. ને યાત્રીકો પણ મોટી સંખ્યામાં અંબાજીમાં જોવા મળ્યા હતાં (Ambaji Temple Darshan 2022 ) જેમને શક્તિદ્વારનાં બહારથી જ માતાજીનાં શિખર અને ધજાના દર્શન કરી સંતોષ માનવો પડ્યો હતો. આજે માતાજીનો જન્મોત્સવ હોવાથી માતાજીને સોનાના થાળમાં રાજભોગ ધરાવાયો હતો. ે 56 ભોગનો અન્નકુટ ધરાવાયો હતો. સાથે આ પોષીપુનમને શાકંભરી પૂનમ મનાતી હોવાથી માતાજીને શાકભાજીનો પણ અન્નકુટ ધરાવી મંદિરનાં પૂજારી દ્વારા વિશેષ આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બરગઢથી અખંડ જ્યોત લાવી અંબાજી મંદિરમાં જ્યોતથી જ્યોત મીલાવી હતી ને માતાજીની પ્રતિમાની આરતી પણ કરવામાં આવી હતી.