બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8, 9 અને 10 એપ્રિલે (Ambaji Parikrama Mahotsav)અંબાજીના ગબ્બરગઢમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થનાર છે. જેને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મુકશે અને તેની સાથે રુપીયા 17 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થનાર છે. ત્યારે તેને લઈ યાત્રાધામ વિકાસબોર્ડ તથા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરાયેલી તડામાર તૈયારીઓ હવે અંતિમ ચરણમાં જોવા મળી રહી છે.
51 શક્તિપીઠ સર્કલનું લોકાર્પણ -અંબાજીમાં ભાદરવી પુન ના મેળો અને જૂનાગઢની લીલી પરિક્રમા ની જેમ પ્રતિવર્ષ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે. આ પરિક્રમા મહોત્સવ 8 એપ્રિલ થી શરુ થનાર છે. ત્યારે ગબ્બર ઉપર ત્રિ દિવસીય કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો , સંસ્કૃતધામ, રજોપચાર યજ્ઞ, આનંદ ના ગરબા, પરિક્રમા પથ પર પાલખી યાત્રા, મહા આરતી સહિતના અનેક કાર્યક્રમ યોજાનાર છે. પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસ 8 એપ્રિલના રોજ મુખ્યપ્રધાનના હસ્તે કોટેશ્વર મંદિર ખાતે વિકાસનાકાર્યોનું ભૂમિ પૂજન, તેમજ અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલનું લોકાર્પણ કરાશે.