અંબાજીના દાંતામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું - પ્રકૃતિ પ્રેમીઓ
અંબાજીઃ અંબાજી પંથકમાં 185 mm એટલે કે 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકયો હતો, જેને પગલે અંબાજી આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, એટલું જ નહિ વહેલી સવારથી જ અંબાજીનો ગબ્બર ગઢ પણ વાદળોથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જ્યારે પડેલા વરસાદથી ગબ્બરમાં ધોવાણ થયેલી માટીમાં બેસવાના બાંકડા સહિત કેબીનો પણ માટીમાં ખુંપી ગયેલા જોવા મળ્યા હતા.
અંબાજીના દાંતામાં બુધવારના રોજ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું
જોકે અંબાજી વિસ્તાર ઢાળ ઢોળાવ વાળો વિસ્તાર છે, જ્યાં પાણી રોકાઈ શકે તેવી કોઈ જ વ્યવસ્થા નથીને અંબાજી પંથકમાં પડેલો વરસાદનો પાણી અંબાજી ગબ્બર પાછળ તેલિયા નદીમાં સરી જતું હોય છે રાત્રે પડેલા વરસાદથી તેલીયા નદી પણ બંને કાંઠે જોવા મળી હતી, જેને લઈ ખીલી ઉઠેલા સૌંદર્યને જોવા લોકો પણ વનરાઈ વિસ્તારમાં મોસમની મોજ માનતા જોવા મળ્યા હતા.