- દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને મળ્યું અધધ દાન
- ભક્તોએ માતાજીને 119 ગ્રામ સોનું અને 3 કિલોથી વધુ ચાંદી અર્પી
- મંદિરને મળ્યું કુલ 96.36 લાખ રૂપિયાનું દાન મળ્યું
અંબાજી: દિવાળીના દિવસથી સતત લાભ પાંચમ સુધી વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ મિનિ વેકેશન માણવા પાછળ લાગી ગયા હતા. જો કે, શક્તિપીઠ અંબાજી મંદિર ગત્ત વર્ષે કોરોના મહામારીને લઇને બંધ રહ્યું હતું. જેના કારણે મંદિરની આવકમાં પણ મોટી ખોટ પડી હતી. ચાલુ વર્ષે શ્રદ્ધાળુંઓનું ઘોડાપૂર ઉમટી પડતાં દાન ભેટના ભંડાર પણ છલકાયેલાં જોવા મળ્યા હતા. સતત દિવાળીના તહેવારો બાદ યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ભંડારમાં આવેલી દાનભેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મંદિરને દિવાળીના દિવસો દરમિયાન 96 લાખથી વધુ રૂપિયાનું દાન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.