ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિવાસી પરિવારોમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો પ્રયાસ - અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ

રક્ષાબંધનના આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તમામ આદિવાસી પરિવારોમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ સમિતિ દ્વારા સહિયારો પ્રયાસ હાથ ધરાયો છે.

આદિવાસી પરિવારોમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો પ્રયાસ
આદિવાસી પરિવારોમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો પ્રયાસ

By

Published : Aug 17, 2021, 2:00 PM IST

  • આદિવાસી પરિવારોમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો પ્રયાસ
  • અંબાજીથી ઉમરગામ સુધીના 1600 જેટલા ગામોcex રક્ષાપોટલી (રાખડી) પહોંચાડવાનો કાર્યક્રમ
  • 2 લાખ કરતાં પણ વધુ પરિવારોમાં રક્ષાપોટલી (રાખડી) પહોંચાડાશે

અંબાજીઃ અંબાજીથી ઉમરગામ સુધીના 1600 જેટલા ગામોમાં 2 લાખ કરતા પણ વધુ પરિવારોમાં રક્ષાપોટલી (રાખડી) પહોંચાડવાનો એક કાર્યક્રમ અંબાજી ખાતે યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને દાતાઓની ઉપસ્થતિમાં અગ્રણી આદિવાસી મહિલાઓને રક્ષાપોટલીનો જથ્થો, સાડી ,કુમકુમના પેકેટ તેમજ માતાજીની છબી અર્પણ કરવામાં આવી હતી. આ આદિવાસી બહેનો દ્વારા આદિવાસી વિસ્તારના ગામડાઓમાં ખાસ કરીને આદિવાસી પરિવારોમાં રાખડી પહોંચાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે .


બહેનોને આદિવાસી વિસ્તારના ગામડાઓમાં રાખડી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી


રક્ષાબંધનની વિવિધ સામગ્રીઓ ભરીને રથને જિલ્લા કલેકટર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્ષાબંધન રથમાં રક્ષાબંધનની વિવિધ સામગ્રીઓ ભરીને રથનું જિલ્લા કલેકટર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

2 લાખ કરતા પણ વધુ પરિવારોમાં રક્ષાપોટલી (રાખડી) પહોંચાડશે

જોકે રક્ષાબંધનને આડે થોડાક દિવસો રહ્યાં છે ત્યારે શક્ય તેટલા વધુમાં વધુ પરિવારોમાં ઝડપથી રક્ષાપોટલી પહોંચે ને સાથે તમામ આદિવાસી વિસ્તારના લોકો કોરોના પ્રતિરોધક રસી લઈ સુરક્ષિત બને તેવા પ્રયાસો હાથ ધરાયા હોવાનું કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું. આ રક્ષાપોટલીની સામગ્રી પહોંચાડવામાં અંબાજી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ હસમુખ પટેલ પણ જહેમત ઉઠાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ અંબાજીમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે વૃક્ષાર્પણ, ગામદીઠ એક વડનો રોપો, એક ગુગળના રોપાનું વિતરણ

આ પણ વાંચોઃ અંબાજીના ગબ્બર ગઢ પર ભગવાન શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

ABOUT THE AUTHOR

...view details