રેલીમાં વનવિભાગના કર્મચારીઓ સહિત અધિકારીઓ પણ જોડાયા હતા. આ રેલી અંબાજીના બજારોમાં પરિભ્રમણ કરી પરત વનવિભાગની કચેરીએ પહોંચી હતી. જ્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
અંબાજી વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષોનો જંગલોમાં વાવેતર કરવાનો સંકલ્પ - Plant
અંબાજીઃ બુધવાર અને 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યભરમાં કરાઈ રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી વન વિભાગ દ્વારા લોકોમાં પર્યાવરણ બાબતે તેમજ વૃક્ષોના જતન માટે જાગૃતિ આવે તે માટે ડિસ્પ્લે કાર્ડ સાથે એક રેલી નીકાળવામાં આવી હતી.

પી એમ ભૂતડીયા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અંબાજી
અંબાજી વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષોનો જંગલોમાં વાવેતર કરવાનો સંકલ્પ
જો કે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પર્યાવરણનો મુખ્ય આધાર વૃક્ષો પર છે. જેને લઈ વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષોના છોડ નર્સરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. જેનું અંબાજીના જંગલોમાં વાવેતર કરવામાં આવશે.