અહીં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતાં હોય છે. જે શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ લઈ શકે તે માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે 7:00 કલાકે થતી હતી, તે વહેલા પરોઢીએ 6:15થી 6:45 સુધી થશે. બાદમાં 11:30 સુધી દર્શન કરી શકાશે. અંબાજી માતાના દર્શન વિશ્વભરના માં ભક્તો લાઈવ જોઈ શકે અને મેળો માણી શકે તે હેતુસર લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.
અંબાજી ભાદરવી મેળાનો પ્રારંભ, માઁ અંબાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર - અંબાજી
અંબાજીઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુભારંભ કરાવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો છે. CM રૂપાણીએ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યોનો પણ આરંભ કરાવ્યો હતો. આમ, યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. આ ભાદરવી પૂનમનો મેળો 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સતત 7 દિવસ સુધી ચાલશે. CM રુપાણીના હસ્તે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂનમને સંદર્ભે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અંબાજી દર્શન આવનારા યાત્રિકોને અંબાજીની માહિતી મળી રહે તે માટે ઓટો મેટેડ સુવિધા ઉભી કરવામાં આવી છે. એસ એમ એસ હેલપલાઇન સિસ્ટમ મેળામાં ખોવાયેલા બાળકો તેમના માતા-પિતા કે વાલી ને સરળતાથી પાછા મળી જાય તે માટે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ થી બાળકો ને RFID card વિતરણ અને ચાઈલ્ડ મિસિંગ હેલ્પ લાઈનનો તેમજ વૃદ્ધ દિવ્યાંગ અશક્ત લોકો માટે મેળા દરમ્યાન વિના મૂલ્યે બસ સેવાનો પણ આરંભ કરાવ્યો હતો. બપોરે 12:30થી સાંજના 5:00 કલાક સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. સાંજની આરતી 7થી 7:30 સુધી આરતી બાદમાં મોડી રાત્રે 1:30 કલાક સુધી મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનનો લ્હાવો લઈ શકશે.
મંદિરની દર્શન વ્યવસ્થા
આરતી સવારે | 6.15 થી 6.45 |
દર્શન સવારે | 6.45 થી 11.30 |
રાજભોગ | 12.00 કલાકે |
દર્શન બપોરે | 12.30 થી 17.00 |
આરતી સાંજે | 19.00 થી 19.30 |
દર્શન સાંજે | 19.30 થી 1.30 |