રાજ્ય સરકારે ભાદરવી પૂનમ મેળામાં કરી છે યોગ્ય વ્યવસ્થાઓ અંબાજીઃ ભાદરવી પૂનમના મેળાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. અંબાજી દેવસ્થાને કરોડો ભક્તો માતાજીના આશિષ મેળવવા અંબાજી ખાતે દર્શનાર્થે આવે છે. અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા 23 થી 29 સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ભક્તો અને યાત્રાળુઓની સુરક્ષા અને સગવડ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
અભૂતપૂર્વ સુવિધાઃ ભાદરવી પૂનમના મેળામાં ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓને સહેજ પણ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર, પોલીસ વિભાગ, સ્થાનિક તંત્ર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સાથે મળીને યોગ્ય વ્યવસ્થા કરી છે.જેમાં યાત્રાળુઓના આરામ માટે ડોમ, મફત રિક્ષા મુસાફરી, રાત્રે 12 કલાક સુધી દર્શન વ્યવસ્થા, સમગ્ર માહિતી દર્શાવતો ક્યુઆર કોડ, 1000થી વધુ એસટી બસોની ફાળવણી વગેરેનો સમાવેશ થાય છે.
લાખોની સંખ્યામાં અનેક સ્થળેથી ભક્તો ઉમટી પડશે આ ભાદરવી પૂનમનો મેળો 23થી 29 સપ્ટેમ્બર સુધી યોજાશે. આ સમગ્ર મેળા દરમિયાન અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યા છે. જેમાં યાત્રાળુને સુરક્ષા,સ્વચ્છતા તથા દર્શન કરવામાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક ક્યુઆર કોડ પણ જનરેટ કરવામાં આવ્યો છે. જેને સ્કેન કરવાથી આપના મોબાઈલમાં બધી જ વ્યવસ્થા અને સગવડની યાદી આવી જશે. યાત્રાળુઓ આરામ કરી શકે તે માટે 4 ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં 1 ડોમમાં 1200 યાત્રાળુઓ આરામ કરી શકે તેટલી ક્ષમતા છે. આ ડોમ મોબાઈલ ચાર્જર જેવી દરેક પાયાની સુવિધાથી સજ્જ છે. સીનિયર સિટિજન માટે મફત રિક્ષા મુસાફરીની સગવડ પણ કરવામાં આવી છે...આર.આર.રાવલ (સચિવ, ગુજરાત વિકાસ પવિત્ર યાત્રાધામ બોર્ડ)
ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઃ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વધારાની 1000 એસટી બસોની ફાળવણી અંબાજી ખાતે કરવામાં આવી છે. જેથી મુસાફરોને અંબાજી સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે. સીનિયર સિટિઝન્સ અને અશક્ત નાગરિકો માટે ટ્રસ્ટ દ્વારા રિક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રિક્ષા મુસાફરી તદ્દન નિઃશુલ્ક છે.માર્ગમાં જ્યાં જયાં એકસીડન્ટ ઝોન છે ત્યાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવ્યો છે.
દરેક મોટા સંઘોનું રજિસ્ટ્રેશન હાથ ધરવામાં આવ્યું 4 વિશાળ ડોમઃ અંબાજીમાં 4 મોટા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 1 ડોમમાં 1200 યાત્રાળુઓ આરામ કરી શકે તેટલી ક્ષમતા છે. આ ડોમ મોબાઈલ ચાર્જર જેવી દરેક પાયાની સુવિધાથી સજ્જ છે. આ ઉપરાંત પીવાના પાણી, ટોયલેટ, પંખા, પ્રાથમિક આરોગ્ય સારવાર, સીસીટીવી સર્વેલન્સ તેમજ પથારીની પણ સગવડ આ ડોમમાં કરાઈ છે. પ્રથમ વખત અંબાજીમાં QR કોડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને સ્કેન કરવાથી મોબાઈલ પર કઈ સુવિધા ક્યાં અને કેટલા પ્રમાણમાં છે તેની સમગ્ર વિગતો આપના મોબાઈલ પર દેખાશે. મેળામાં ખોવાયેલા બાળકોને વાલીવારસ સુધી પહોંચાડવા મિસિંગ ચાઈલ્ડ ડેસ્ક પણ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત અંબાજી રૂટ અને અંબાજીમાં સ્વચ્છતા રહે તે માટે અંબાજીના 150 અને આસપાસના જિલ્લામાંથી કુલ 750 સફાઈ કર્મચારીઓને ફરજ પર બોલાવાયા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ક્યુઆર કોડની સગવડ કરાઈ સ્પે. લાઈટ ડેકોરેશનઃ સમગ્ર ચાચર ચોકને રોશનીથી શણગારવામાં આવશે. આ ઉપરાંત ગબ્બરથી લઈને મંદિર સુંધી રોશનીની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મેળા દરમિયાન 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે નવરાત્રીમાં 9 દિવસ માતાજીના 9 સ્વરૂપ અનુસાર રોશની કરવામાં આવશે.
સેવા સંઘનું રજિસ્ટ્રેશનઃ પ્રથમ વખત અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ સંઘોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત સેવામાં ઉપયોગમાં લેવાતા વાહનોનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. પરિણામે દૂરથી આવતા સંઘોના યાત્રાળુઓને મંદિરમાં સરળતાથી દર્શનની તક મળી રહે. અંબાજી આસપાસના પાલનપુર, દાંતા, હિમ્મનગર, ગાંધીનગર કલેકટર સાથે વીડિઓ કોંફરન્સ દ્વારા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટેની સમીક્ષા કરવામાં આવી હતી.
- અંબાજી ભાદરવી પૂનમનો મેળો જામ્યો, "બોલ મારી અંબે, જય જય અંબે"ના નાદથી ગુંજ્યો
- અંબાજી મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવા એસટી વિભાગનો નિર્ણય