અંબાજી યાત્રાધામ 51 શકિતપીઠમાંની સૌથી મોટી શકિતપીઠ ગણાય છે અને તેમાં પણ અંબાજીના દર્શન સાથે ગબ્બર ગઢના દર્શનનું વિશેષ મહત્વ સમાયેલું છે. ગબ્બર ગઢ ઊંચાઈની દ્રષ્ટિએ ગુરુ શિખર સમાન ગણવામાં આવે છે અને માં અંબાનું મૂળ સ્થાન પણ મનાય છે. અંબાજી દર્શન કરવા આવતા ભાવિક ભક્તો અચૂક ગબ્બરગઢ પર જાય છે.
ભાદરવી પૂનમનો મેળો, ભક્તો ગબ્બર પર જ્યોતના દર્શન કરી અનુભવે છે ઘન્યતા - અરવલ્લીની ગિરિ કંદરા
અંબાજી: ભાદરવી પૂનમના મેળાનો ગુરુવારે પાંચમો દિવસ છે. અંબાજી પગપાળા દર્શન કરવા જનારા ભક્તો અંબાજીની નજીક આવેલ ગબ્બર ગઢ પર માં અંબાની જ્યોતના દર્શન કરવા અચુક જાય છે.
![ભાદરવી પૂનમનો મેળો, ભક્તો ગબ્બર પર જ્યોતના દર્શન કરી અનુભવે છે ઘન્યતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4417811-thumbnail-3x2-ambaji.jpg)
etv bharat ambaji
પવિત્રતા અને સુંદરતા બક્ષતું માં અંબાનું ધામ
ગબ્બર ગઢ ઉપર અખંડ જ્યોતના દર્શનની સાથે સમગ્ર અંબાજી નગરીનો નજારો પણ ઘણો આકર્ષિત લાગે છે. અંબાજી ધામ અરવલ્લીની ગિરિ કંદરાઓમાં સમાયેલ હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ભક્તો માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સાથે ગબ્બર પર ચઢીને માની જ્યોતના દર્શન કરીને પાવન થાય છે.