ગુજરાત

gujarat

By

Published : Sep 5, 2019, 9:55 PM IST

ETV Bharat / state

ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોરનો ધરપકડ વોરંટ કરાયો રદ

ડીસાઃ પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગુરૂવારના રોજ ડીસા કોર્ટમાં હાજર થયા હતાં. અગાઉ જિલ્લા પોલીસ વડા નીરજ બડ ગુજજરે અલ્પેશ ઠાકોર સામે બદનક્ષીના કેસમાં હાજર ન રહેતા અલ્પેશ ઠાકોર સામે ધરપકડ વોરંટ જાહેર કરાયું હતું. જેને ડીસા કોર્ટમાં હાજર થઈ રદ કરાવ્યું હતું.

ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોરનો ધરપકડ વોરંટ કરાયો રદ

અલ્પેશ ઠાકોર ગુરૂવારના રોજ ડીસાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા હતાં. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની આસેડા ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં જાહેર સભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર દારૂના બુટલેગર પાસેથી 42 લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતાં. જે મામલે જિલ્લા પોલીસ વડાએ અલ્પેશ ઠાકોર સામે ડીસા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી.

ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોરનો ધરપકડ વોરંટ કરાયો રદ

આ કેસ ડીસાની કોર્ટમાં ચાલતા વારંવાર સમન્સ પાઠવવા છતાં પણ અલ્પેશ ઠાકોર હાજર રહેતા ન હતાં. જેથી કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યુ હતું. ત્યારબાદ ગુરૂવારના રોજ અલ્પેશ ઠાકોર ધરપકડ વોરંટ રદ કરવા માટે ડીસાની કોર્ટમાં હાજર થયા હતાં. જ્યાં તેમનું વોરન્ટ રદ થયું હતું અને આગામી 24 સપ્ટેમ્બરના રોજ ફરી કોર્ટમાં હાજર રહેવા માટેનો હુકમ થયો છે.

ABOUT THE AUTHOR

...view details