ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટમાં કૌભાંડ હોવાનો આક્ષેપ - સુપરવિઝન ઓફિસર

છેવાડે રહેતા પછાત અને ગરીબ વર્ગના લોકોને પાણી માટે પૂરતી સુવિધાઓ મળી રહે તે અંતર્ગત સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને સુપરવિઝન ઓફિસરે સાથે મળી હલકી ગુણવત્તાવાળું અને તકલાદી કામ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. જુઓ શું છે સમગ્ર કૌભાંડ...

બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટ બાબતે કૌભાંડ હોવાનો આક્ષેપ
બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટ બાબતે કૌભાંડ હોવાનો આક્ષેપ

By

Published : Feb 3, 2021, 11:20 AM IST

  • બનાસકાંઠામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત થયેલા કામમાં કૌભાંડ હોવાનો આક્ષેપ
  • સરકાર દર વર્ષે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે
  • ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના કારણે જરૂરિયાતમંદો સુધી લાભ નથી પહોંચી શકતો

બનાસકાંઠાઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વર્ષોથી પાણીની અછતના કારણે અહીંના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જે અંતર્ગત સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓનો પણ વિકાસ થાય અને અહીંના લોકોને પાણીની પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કરી છે. દર વર્ષે સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામડાઓમાં લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના કારણે આ યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતો નથી .બનાસકાંઠા જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિ છે સરકાર દ્વારા દર વર્ષે ફાળવવામાં આવતી ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થતા આજે પણ સરકારી ચોપડે બોલતા સરકારી કામ સ્થળ ઉપર જોવા મળતા નથી, જેના કારણે આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક કામોમાં વિકાસ થયો નથી.

બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટ બાબતે કૌભાંડ હોવાનો આક્ષેપ
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાનું કૌભાંડ

સરકારી છેલ્લા ત્રણ વર્ષની અંદર વાવ તાલુકાના અસારા તેમ જ આજુબાજુના ગામડાઓના વિકાસ માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કરોડો રૂપિયાના કામો કર્યા છે. પરંતુ મોટા ભાગના કામો હલકી ગુણવત્તાવાળા થયા છે. ગામમાં પણ છેલ્લા બે વર્ષની અંદર અંદાજિત એક કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવાઈ છે. જેમાં પશુ માટેનો ગમણ સાથેનો પશુ શેડ, ખેતરોમાં પાણી સંગ્રહ માટે બંધપાળા અને પાણી રોકવા માટે નાના સિમેન્ટ અને કોન્ક્રિટના ઈનલેટ અને આઉટલેટ બનાવવાના હતા, પરંતુ આ તમામ કામ હલકી ગુણવત્તાવાળા અને ક્યાંક માત્ર કાગળ પર જ કામ કરી બારોબાર પૈસા ઉપડી ગયા છે. આ અંગે સ્થાનિક જાગૃત લોકોને જાણ થતા તેઓએ ઉચ્ચસ્તરે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ નથી આ મામલે કોઈ જ તપાસ થઈ કે નથી તો કોઈ અધિકારીઓએ કાર્યવાહી કરી. છેવટે કંટાળેલા ગ્રામજનોએ ભ્રષ્ટાચારમાં ડૂબેલા તંત્ર સામે રોષ આવ્યો હતો.

બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટ બાબતે કૌભાંડ હોવાનો આક્ષેપ
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કમિટી આગેવાનોનું રટણ

અસારા ગામમાં જે પાણી રોકવા કોન્ટ્રાક્ટરે ઇનલેટ અને આઉટલેટ બનાવ્યા છે તે પણ સાવ તકલાદી અને હલકી ગુણવત્તાના બનાવ્યા છે. અહીં ઈનલેટ અને આઉટલેટ સિમેન્ટ અને કોન્ક્રિટના બનાવવાની જગ્યાએ માત્ર કોન્ક્રિટ વગરનો ઈનલેટ અને આઉટલેટ બનાવ્યો હતો. તેના પર થિંગડા મારી પૈસા બારોબાર ઉપાડી લીધા હતા. સ્થાનિક અરજદાર અને ગ્રામજનો માનીએ તો માત્ર સારા ગામમાં જ નહીં, પરંતુ વાવ તાલુકામાં કરોડો રૂપિયાના કામો થયાં છે અને એ તમામ હલકી ગુણવત્તાવાળા છે.

બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટ બાબતે કૌભાંડ હોવાનો આક્ષેપ

યોજના અંતર્ગત તમામ કામ સારા કર્યા હોવાનું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કમિટીનું રટણ

અસારા ગામના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કમિટીના આગેવાનો આ બાબતે પોતાનું રટણ કરતા તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત જે તમામ કામો કરવામાં આવ્યા છે તે તમામ કામો સારી રીતે કરવામાં આવ્યા છે. કોઈ જ પ્રકારનું આ કામોમાં ભ્રષ્ટાચાર થયો નથી. જ્યારે આ બાબતે શું ગામ લોકો સાચું બોલતા હશે કે પછી કમિટીના આગેવાનો પોતાનું ભ્રષ્ટાચાર છુપાવવા માટે સરકારની યોજનાનો લાભ લોકોને મળી ગયો છે તેનું રટણ કરી રહ્યા છે.

બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટ બાબતે કૌભાંડ હોવાનો આક્ષેપ
સરકાર દર વર્ષે ગ્રામીણ વિસ્તાર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે

આ તમામ કામની તસવીરો જોતા સ્પષ્ટપણે ગ્રામજનો સાચા છે તેવું લાગી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, જ્યારે સરકારી કામગીરી ચાલતી હોય છે ત્યારે તેના પર સુપરવિઝન ઓફિસર તરીકે સરકારી અધિકારી હોય છે. તેમાં પણ સુપરવિઝન ઓફિસરે કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે કોઈ દેખરેખ રાખતા અને ધ્યાન રાખવામાં ન આપતા આ તમામ કામો ગુણવત્તા વગરના બન્યા છે. એક તરફ સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના લોકોની સુખાકારી માટે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે.

સરકાર દર વર્ષે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે

ઉચ્ચ સરકારી અધિકારીઓ તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવી શકે

બીજી તરફ ભ્રષ્ટ સરકારી અધિકારીઓના કારણે લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચતો નથી. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ થાય તો હજુ પણ સરહદી વિસ્તારના અનેક કામોમાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details