ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના સંચાલકો સામે ધર્મ પરિવર્તન અને આદિવાસી લોકોની જમીન પડાવી લેવાના આક્ષેપ - Carmel English School in Ambaji

અંબાજીના કુંભારીયા વિસ્તારના એક ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના સંચાલકો દ્વારા ધર્મ પરિવર્તન કરવા અને આદિવાસી લોકોની જમીન પડાવી લેવાના આક્ષેપો સાથે આ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના સંચાલકો દ્વારા આદિવાસી વિસ્તારમાં ધર્મ વિરુદ્ધની પ્રવૃત્તિ આચરતી હોવાના આક્ષેપ સાથે શાળાને બંધ કરવાની માંગ ઉઠી હતી.

kumbharia
અંબાજી

By

Published : Oct 12, 2020, 12:43 PM IST

અંબાજી : યાત્રાધામ અંબાજી નજીક આદિવાસી વિસ્તારના કુંભારીયા વિસ્તારમાં હિન્દુ ધર્મ વિરુદ્ધની પ્રવૃતિઓ કરી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવાની પ્રવુતિઓ ચાલી રહી હોવાના આક્ષેપો કુંભારીયાના સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ કાર્મેલ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા અનેક જ્ઞાતિના બાળકોને ખ્રિસ્તીના સિમ્બોલવાળા ડ્રેસ પહેરવા તેમજ માથેથી ચાંદલા ભુસી દેવા, હાથના કાંડે બાંધેલા દોરા તોડાવી નાખવા જેવી ગંભીર ફરિયાદો ઉઠી છે.

માત્ર એટલું જ નહીં કુંભારીયા વિસ્તારમાં ક્રિશ્ચન જ્ઞાતીના સંચાલકો દ્વારા ચાલતી કાર્મેલ ઇંગલિશ સ્કૂલના સંચાલકો દ્વારા આદિવાસી ગામડાઓમાં પોતાના ધર્મનો પ્રચાર કરવા તેમજ ગરીબ આદિવાસી અભણ લોકોને ધર્મ પરિવર્તન કરાતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. વધુમાં સરકારે શાળા બનાવા માટે જે જમીન ફાળવવામાં આવી છે, તેથી વધુ જમીનનું દબાણ કરવા તેમજ આદિવાસી લોકોની જમીનો પડાવી લેવાના પણ ગંભીર આક્ષેપ કુંભારીયાની કાર્મેલ ઇંગ્લિશ સ્કૂલના સંચાલકો સામે થઇ રહ્યા છે.

કુંભારીયા વિસ્તારના ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના સંચાલકો સામે ધર્મ પરિવર્તન અને આદિવાસી લોકોની જમીન પડાવી લેવાના આક્ષેપો

જોકે, આ કાર્મેલ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લાં 31 વર્ષથી કુંભારીયા વિસ્તારમાં પોતાની શૈક્ષણિક સંસ્થા દ્વારા કોઈ જ ધર્મ પરિવર્તનની પ્રવૃતિ કરવામાં આવી નથી. જયારે આદિવાસી લોકોની જમીન પડાવી લેવાના આક્ષેપોને પણ ખોટા ગણાવ્યા છે. જે જમીન સરકરે આપી છે, તેટલી જ જમીન છે વધુ જમીન અમારા પાસે નથી. આ કોઇ ઈરાદાપૂર્વકની પ્રવૃતિ હોવાનું તેઓ ગણાવી રહ્યા છે. જોકે, ધર્મપરિવર્તન તેમજ આદિવાસી લોકોની જમીન પડાવી લઈ આદિવાસી વિસ્તારમાં ધર્મ વિરુદ્ધની પ્રવૃતિઓ મામલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી છે. જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં આવે તો શાળા બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details