- બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ શરૂ
- હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડોમાં મિની-વેકેશન
- નવ દિવસના મિની વેકેશન બાદ બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ શરૂ
- ખેડૂતો પણ નવ દિવસના મિની વેકેશન બાદ પોતાનો પાક લઇ માર્કેટ યાર્ડ પહોંચ્યા
- માર્કેટ યાર્ડ શરૂ થતાં વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠાઃ હોળી અને ધૂળેટીનો પર્વ સૌથી વધુ રાજસ્થાનમાં ઉજવાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની અડીને આવેલો જિલ્લો હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ દર વર્ષે ગુજરાતીઓ હોળી અને ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરે છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ધંધા અર્થે સ્થાયી થયેલા બનાસકાંઠા જિલ્લાના મજૂર વર્ગ હોળી અને ધૂળેટીનો પર્વ આવતાની સાથે જ પોતાના વતન રાજસ્થાન તરફ પ્રયાણ કરવાથી મોટાભાગના ધંધા-રોજગાર બંધ થઈ જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં પણ મોટાભાગના મજૂરો રાજસ્થાનથી આવતા હોય છે અને હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે આ તમામ મજૂરો રાજસ્થાન તરફ જતા રહે છે. જેના કારણે તમામ માર્કેટ યાર્ડોમાં મજૂર વર્ગના હોવાના કારણે મિની વેકેશન આપવામાં આવે છે.
નવ દિવસના મિની વેકેશન બાદ બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ શરૂ
બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની સરહદે અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લામાં આવેલા માર્કેટ યાર્ડોમાં મોટાભાગના મજૂરો રાજસ્થાનથી મજૂરી કરવા માટે બનાસકાંઠા જિલ્લામાં આવતા હોય છે. રાજસ્થાનમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોવાના લીધે હોળીનો તહેવાર આવતાની સાથે જ રાજસ્થાનથી આવતા મજૂરો હોળીની ઉજવણી કરવા માટે રજા પર ઉતરીને રાજસ્થાન પોતાના વતન તરફ જતા રહેતા હોય છે. હોળીની ઉજવણી સંપન્ન કર્યા બાદ શીતળા સાતમ બાદ બનાસકાંઠા જિલ્લામાં પાછા આવતા હોય છે અને આઠ દિવસ સુધી ડીસા માર્કેટ યાર્ડ બંધ કરી દેવાની ફરજ પડે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી બાદ શીતળા સાતમની ઉજવણી કર્યા બાદ મજૂરો પરત ડીસા માર્કેટ યાર્ડમાં ફરતા ફરીથી ડીસા માર્કેટયાર્ડ ધમધમતું થયું હતું. નવ દિવસના મિની વેકેશન બાદ તમામ મજૂરો ડીસા માર્કેટ યાર્ડમાં મજૂરી કરતા નજરે પડ્યા હતા.