ગુજરાત

gujarat

ETV Bharat / state

હવામાન વિભાગની આગાહીને લઇ તમામ માર્કેટ યાર્ડના વેપારીઓને એલર્ટ કર્યા - હવામાન વિભાગની આગાહી

બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી 2જી તારીખથી 4 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને વરસાદથી ખેડૂતોના માલને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે.

હવામાન વિભાગની આગાહીને લઇ તમામ માર્કેટ યાર્ડના વેપારીઓને એલર્ટ કર્યા
હવામાન વિભાગની આગાહીને લઇ તમામ માર્કેટ યાર્ડના વેપારીઓને એલર્ટ કર્યા

By

Published : Jan 1, 2021, 6:17 PM IST

Updated : Jan 1, 2021, 6:51 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી
  • ગત વર્ષે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો
  • ખેડૂતોનો માલ બગડી ન જાય તે માટે માલ ન લાવવા અપીલ
  • બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી

બનાસકાંઠાઃ હવામાન વિભાગ દ્વારા શનિવારથી 4 તારીખ સુધી બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જેને લઇને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત રાખવા માટે અપીલ કરાઈ છે, તો બીજી તરફ હાલમાં માર્કેટયાર્ડ પણ વહીવટીતંત્ર દ્વારા વરસાદથી તમામ માલ સુરક્ષિત રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આમ કમોસમી વરસાદની જાહેરાત થતા જ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. ખેડૂતોને અને વેપારીઓને નુકસાન ન થાય તે માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહીને લઇ તમામ માર્કેટ યાર્ડના વેપારીઓને એલર્ટ કર્યા

હવામાન વિભાગની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લાની માર્કેટયાર્ડને કરાયું એલર્ટ

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2થી 4 તારીખ સુધીમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે અને તમામ નાયબ કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને માર્કેટયાર્ડ સહિત તમામ વિભાગને આ ત્રણ દિવસ દરમિયાન સજ્જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે જિલ્લામાં આવેલી 14 માર્કેટયાર્ડમાં પણ ખેડૂતોના પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે, જેને પગલે તમામ માર્કેટયાર્ડમાં ખેડૂતોના માલ રાખવા માટે સેડની વ્યવસ્થા, ખેડૂતોને માહિતી મળે તે માટે માઇક દ્વારા એનાઉન્સ કરાવી ખેડૂતોને આ બે દિવસ દરમિયાન શક્ય હોય ત્યા સુધી તેમની જણસ માર્કેટમાં ન લાવે તે માટે જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહીને લઇ તમામ માર્કેટ યાર્ડના વેપારીઓને એલર્ટ કર્યા

ગત વર્ષે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે વારંવાર અચાનક કુદરતી આફતોના કારણે બનાસકાંઠામાં અનેક ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, કેટલીક જગ્યાએ વરસાદથી ખેડૂતોનો માલ પલળી જતા તેમને ભારે નુકસાન વેઠવુ પડ્યુ હતું, ત્યારે આ વખતે વરસાદના કારણે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તંત્રએ પુરતી તૈયારીઓ કરી છે.

હવામાન વિભાગની આગાહીને લઇ તમામ માર્કેટ યાર્ડના વેપારીઓને એલર્ટ કર્યા

ખેડૂતોનો માલ બગડી ન જાય તે માટે માર્કેટિંગ યાર્ડમાં માલ ન લાવવા અપીલ

ખેડૂતો મોટાભાગે માર્કેટમાં માલ લઈને વેચવા માટે આવતા હોય છે અને જો અચાનક વરસાદ પડે તો તેમનો માલ પલળી જતા ભારે નુકસાન વેઠવું પડતું હોય છે જોકે આ વખતે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે તમામ માર્કેટમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે શક્ય હોય ત્યાં સુધી ખેડૂતોને માર્કેટમાં આ ત્રણ દિવસ દરમિયાન માલ ન લાવવા માટે જણાવ્યું છે તેમ છતાં પણ જો ખેડૂતો જણસ વેચવા માટે લઈને આવે તો તેમનો માલ રાખવા માટે સેડની વ્યવસ્થા કરાઈ છે જેથી આ વખતે ખેડૂતો ને નુકસાન ની સંભાવના ખૂબ જ ઓછી છે.

હવામાન વિભાગની આગાહીને લઇ તમામ માર્કેટ યાર્ડના વેપારીઓને એલર્ટ કર્યા
Last Updated : Jan 1, 2021, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details