બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તેનો આગામી લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત અમીરગઢ પોલીસ ચેક પોસ્ટથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસ એક ખાનગી લકઝરી બસમાંથી બે શખ્સો પાસેથી રૂ. 4.62 લાખ રોકડા ઝડપી લીધા હતા.
બનાસકાંઠાના તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરાયું - check post
બનાસકાંઠા: આગામી લોકસભાની ચુંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતા લાગુ પડી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની તમામ ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
સ્પોટ ફોટો
આ બંને શખ્સોને એસ.એફ.ટીની ટીમને સોંપવામાં આવેલાછે. હાલ આ ટીમ દ્વારા કબ્જે કરેલી રોકડ રકમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલેલોકસભાની ચૂંટણી આચારસંહિતાનોચુસ્ત પણે અમલ થાય તે માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાંઆવી છે. આ ઉપરાંત જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળ દ્વારા જિલ્લાના તમામ ચેક પોસ્ટ પરસઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.