ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ તમામ ધંધા-રોજગાર શરૂ થયા - ધંધા-રોજગાર

હિંદુઓના સૌથી મોટા દિવાળી તહેવારની રજાઓ બાદ ગુરૂવારથી ફરી ધંધા-રોજગાર ધમધમતા થયા છે. બનાસકાંઠામાં મોટાભાગના ધંધા ખેતી પર નિર્ભર છે, જેથી માર્કેટિંગ યાર્ડમાં ગુરૂવારના રોજ વેપારી અને ખેડૂતોએ સાથે મળી પેઢીની પૂજા અર્ચના કરી ધંધાની શરૂઆત કરી હતી. વેપારીઓ અને ખેડૂતોએ વિક્રમ સંવત 2077નું વર્ષ તમામ લોકો માટે ફળદાયી નીવડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ તમામ ધંધા-રોજગાર શરૂ થયા
બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ તમામ ધંધા-રોજગાર શરૂ થયા

By

Published : Nov 19, 2020, 11:07 PM IST

  • દિવાળી વેકેશન બાદ ફરી ધંધા-રોજગાર શરૂ
  • વેપારીઓએ પોતાની પેઢીનું મુહુર્ત કરી ધંધાની શરૂવાત કરી
  • 5 દિવસના વેકેશન બાદ ફરી ડીસા માર્કેટયાર્ડ ધમધમતું થયું
    બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ તમામ ધંધા-રોજગાર શરૂ થયા

ડીસાઃ દિવાળીના તહેવારને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાંચ દિવસની રજાઓ બાદ લાભપાંચમના શુભ મુહૂર્તમાં ધંધા રોજગાર ફરી ધમધમતા થયા છે. ઉત્તર ગુજરાતના સૌથી મોટા માર્કેટયાર્ડ પૈકી એક ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં આજે વેપારીઓએ પૂજા-અર્ચના કરી પેઢીની શરૂઆત કરી હતી. વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પણ જોવા મળ્યા હતા. આજે લાભ પાંચમના દિવસે જ પોતાના ખેતરમાં તૈયાર થયેલો પાક ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે વેચવા આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે કોરોના મહામારી અને અન્ય કારણોને કારણે મોટાભાગના લોકોને વર્ષ દરમિયાન અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નવું વર્ષ તમામ લોકો માટે ફળદાયી નીવડે અને ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે તેઓ ભગવાનને લાભપાંચમના દિવસે પ્રાર્થના કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ તમામ ધંધા-રોજગાર શરૂ થયા

વેપારીઓએ પોતાની પેઢીનું મુહુર્ત કરી ધંધાની શરૂવાત કરી

ડીસા માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીઓ પણ વહેલી સવારથી જ પોતાના ધંધા પર આવ્યા હતા. તેમણે ફુલહાર તેમજ પેઢીને સજાવી તેને પૂજા વિધિ કરી હતી. માર્કેટિંગ યાર્ડમાં વજન કાંટાનું સૌથી વધુ મહત્વ હોય છે. જેથી વેપારીઓએ વજન કાંટાને સમજાવી તેની પૂજા- અર્ચના કરી હતી. ધૂપદીપ કરી આજે લાભ પાંચમના દિવસે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર નવા વર્ષમાં ફરી કાર્યરત કર્યા છે. આ વર્ષ સારુ નીવડે તે માટે પ્રભુને પ્રાર્થના કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ તમામ ધંધા-રોજગાર શરૂ થયા

5 દિવસના વેકેશન બાદ ફરી ડીસા માર્કેટયાર્ડ ધમધમતું થયું

ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સૌથી મોટું માર્કેટયાર્ડ ડીસા ખાતે આવેલું છે, જેમાં તમામ વેપારીઓએ પાંચ દિવસ દિવાળીનું વેકેશન રાખી આજે રાબેતા મુજબ દિવાળી વેકેશન પૂર્ણ થતાની સાથે જ ફરી તમામ વેપારીઓ ડીસા માર્કેટયાર્ડમાં પોતાના ધંધા-રોજગાર શરૂ કર્યા હતા અને ચાલુ વર્ષે તમામ વેપારીઓનું વર્ષ સારું જાય ત્યારે તમામ વેપારીઓ ધંધામાં આગળ વધે તે માટે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને તમામ વેપારીઓને શુભકામનાઓ પાઠવી હતી. લાભપાંચમના શુભ મુહૂર્તમાં આજે વેપારીઓએ પોતાની પેઢી શરૂ કરી છે. જ્યારે ખેડૂતોએ પણ આજના શુભ દિવસે પોતાનો પાક માર્કેટમાં વેચ્યો હતો. તમામને આશા છે કે આ વર્ષ સારું જશે અને ગત વર્ષ પડેલી તમામ લોકો ની મુશ્કેલી દૂર થશે.

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ તમામ ધંધા-રોજગાર શરૂ થયા

ABOUT THE AUTHOR

...view details