બનાસકાંઠાઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થાય છે ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાને અમીરગઢ પોલીસે ઝડપી પાડયો હતો.
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પરથી વિદેશી દારૂ ઝડપાયો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થાય છે ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાને અમીરગઢ પોલીસે ઝડપી પાડયો હતો.
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ચીજ વસ્તુઓની હેરાફેરી પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા રાજ્યમાં દારૂ પહોચાંડવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, જે અંતર્ગત મંગળવારે રાજસ્થાનથી દારૂ ભરેલી ટ્રક અમીરગઢ બોર્ડર પરથી ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કરતા રાજસ્થાન પોલીસે દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી છે. બુટલેગરો દ્વારા પ્લાસ્ટિકની બોરીઓની નીચે દારૂ છુપાવીને ગુજરાતમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, પરંતુ રાજસ્થાનની માવલ પોલીસે તેમના આ મનસૂબાને નાકામયાબ કરી દારૂ ભરેલી ટ્રક સહિત ચાલકની અટકાયત કરી છે, તેમજ દારૂ અને ટ્રક સહિત કુલ 40 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.