ગુજરાત

gujarat

ETV Bharat / state

આ સરકારે 5 વર્ષમાં દેશને બરબાદ કરી નાખ્યો છે: અહેમદ પટેલ - Loksabha election

બનાસકાંઠા: ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આજરોજ પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ઠાકોરને જીત અપાવવા માટે કોંગ્રેસના નેતા અહેમદ પટેલે આજે છાપી ખાતે વિશાલ સંખ્યામાં સભા યોજી હતી. જેમાં અહેમદ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ

By

Published : Apr 18, 2019, 6:37 PM IST

લોકસભા ચૂંટણીને લઈ બંને પક્ષો દ્વારા પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે પાટણ લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોરના સમર્થનમાં છાપીમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલે સભા યોજી હતી. જ્યાં સરકાર સામે આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે આ સરકારે 5 વર્ષમાં દેશને બરબાદ કરી દીધો છે. લોકસભાનું પરિણામ આવશે એટલે નરેન્દ્ર મોદીના નામ આગળ માજી વડાપ્રધાન હશે.તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે જે અધિકારીઓ તેમની ચાપુલીસ કરી રહ્યા છે તેમને કહેવા માગું છું કે ગઈકાલ કોઈની હતી તો કાલ કોઈની હશે.5 વર્ષ સુધી કોંગ્રેસીઓને હેરાન કરે તે તો સમજી શકાય પણ તમે તો દેશના કિસાન અને સામાન્ય લોકોને હેરાન કર્યા છે.આજે કરોડો લોકો બેરોજગાર છે અને તેમે કહો છો કે પકોડાની દુકાન ખોલો.વાત મોટી મોટી દમ કહી નહિં ચકલી નાની અને ફટાકો મોટો. કોંગ્રેસે 24 લાખ રોજગારીની વાત કરીછે.અમારો મેનિફેસ્ટો લોકો માટેનું છે એમના મેનિફેસ્ટોમાં એકલા ભાઈ શ્રી નરેન્દ્ર મોદી જ છે.ભાજપની સરકારમાં ગરીબ,દલિત માણસો ઉપર અત્યાચાર થાય છે.

બનાસકાંઠામાં અહેમદ પટેલ

તો આ અંગે વધુમાં તેમણે કહ્યું કે અમિતશાહ ગાંધીનગરમાં ચૂંટણી લડે છે તેમને પસીનો આવી ગયો છે, તે કહે છે કે કોંગ્રેસ પાકિસ્તાન સાથે ઇલું ઇલું કરે છે તો શું તમે પીલું પીલું કરો છો.મનમોહનસિંહ ક્યારેય પાકિસ્તાન નથી ગયા પણ તમે તો ત્યાં જઈને બીરિયાની ખાઈ આવ્યા છો.ઇમરાનખાન હમણાં તેમની સાથે ઇલું ઇલું કરે છે.નોટ બંધી કરી ઇન્દિરા ગાંધીની જવાહરલાલ નહેરુની નકલ કરવી હતી અરે ભાઈ ઈન્દીરા ગાંધી અને નહેરુ જ્યારે ટોચ ઉપર હતા ત્યારે તમારા મોઢામાં દૂધ ગંધાતુ હતું.

નરેન્દ્ર ભાઈ કહે છે કે મારી સામે જાતિ વાચક શબ્દોનો ઉપયોગ થાય છે પણ તમે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રાજીવ ગાંધી સામે ફૂલ વેરો છો. નોટબંધીમાં દુનિયામાં ક્યાંય નહીં થયો હોય તેવો ભ્રષ્ટાચાર થયો છે.કોંગ્રેસ વાળાઓના ત્યાં રેડ કરે છે મારી સાથે આવો તો હું તમને કહું ક્યાં ક્યાં પૈસા છે અને કોના કોના છે.5 લાખ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દીધા અને ખેડૂતોના માફ કરતા પેટમાં દુખે છે.

છાપીમાં અહેમદ પટેલની સભા પુરી થાયા બાદ સ્થાનિક વ્યક્તિએ અહેમદ પટેલને સવાલ કરતા હોબાળો થયો હતો.સ્થાનિક નાગરિકે અહેમદ પટેલને કહ્યું કે તમે અમારા મુસ્લિમો માટે શું કર્યું? તે સવાલ ને લઈ કોંગ્રેસી કાર્યકર્તાઓ રોકતા હોબાળો થયો હતો.ત્યારે અહેમદ પટેલ કોઈ સંતોષકારક જવાબ આપ્યા વગર ત્યાથી રવાના થઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details