ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં વધુ એક ચેનસ્નેચિંગનો બનાવ આવ્યો સામે

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી બાઇક પર સવાર થઇ આવતા વ્યક્તિઓ અનેક ગામોમાં ચેન સ્નેચિંગના બનાવને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ચેનસ્નેચિંગનો બનાવ ડીસામાં બન્યો છે.

બનાસકાંઠા

By

Published : May 18, 2019, 3:16 AM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી ગુનાહિત પ્રવૃતિઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લૂંટારૂઓને જાણે પોલીસનો ડર જ ના હોય તેમ એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ચેનસ્નેચિંગના બનાવો બહાર આવ્યા છે. બાઇક પર સવાર થઇ અત્યાર સુધી અનેક લોકોને ટાર્ગેટ બનાવી તેમના ગળામાંથી ચેન તોડી આરોપીઓ ફરાર થઈ રહ્યા છે.

ડીસામાં વધુ એક ચેનસ્નેચિંગનો બનાવ આવ્યો સામે

ડીસાના વી.એન પાર્કમાં રહેતા જ્યાંબેન ઠક્કર રાબેતા મુજબ પોતાના ઘરેથી સોસાયટીની બહાર જઈ રહ્યા હતા, ત્યારે બાઈખ પર સવાર 2 અજાણ્યા શખ્સો તેમની નજીક આવ્યા અને ગળામાં પહેરેલી અઢી તોલાની સોનાની ચેન તોડી નાસી ગયા હતા. આ વૃદ્ધ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી અજાણ્યા શખ્સો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ મહિલાના પરિવારજનો આવતા તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ મામલે પોલીસે ઘટનાસ્થળે આવી CCTV ફુટેજમાં દેખાતા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરા ઉપરી બની રહેલ ચિલ ઝડપની ઘટનાઓથી ડીસાવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે.

ABOUT THE AUTHOR

...view details