ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં 6 કોરોના વાઈરસના કેસ આવ્યા સામે - Banaskantha news corovirus news

બનાસકાંઠામાં આજે એટલે કે મંગળવારે 2 આરોગ્ય કર્મચારીઓ સહિત 6 કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા જ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 18 પર પહોંચ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગે આ બંને કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવાનું શરૂ કર્યુ છે.

a
બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં 6 કોરોના વાઈરસના કેસ આવ્યા સામે

By

Published : Apr 21, 2020, 8:53 PM IST

Updated : Apr 21, 2020, 9:02 PM IST

પાલનપુરઃ બનાસકાંઠામાં આજે 2 આરોગ્ય કર્મચારીઓ સહિત 6 કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા જ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 18 પર પહોંચ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે.

સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ રોજે રોજ વધુને વધુ લોકોને તેના ભરડામાં લઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 9 દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા 18 થઈ ગઈ છે. સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના પાંચ વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ત્યાં આજે વધુ 4 અને એક થરાદમાં 1 નવો કેસ સામે આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના હોટસ્પોટ બનેલા ગઠામણ ગામમાં પણ વધુ એક કેસ આવતા અહીં પણ અત્યાર સુધીમાં 11 કોરોનાના દર્દીઓ મળ્યા છે. જોકે બનાસકાંઠામાં 14માંથી 3 તાલુકા કોરોનાગ્રસ્ત બની ગયા છે. જોકે આ વખતે જે 6 કેસો સામે આવ્યા છે તે તમામ અલગ-અલગ ગામના છે એટલે કે વાવ તાલુકાના મીઠાવીચારણ ,માવસરી ,દૈયપ અને આકોલી જ્યારે એક થરાદ અને પાલનપુરના ગઠામણ ગામમાંથી મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, માવસરી અને થરાદમાં આવેલા કોરોના પોઝિટિવના બંને દર્દીઓ આરોગ્ય કર્મચારી છે. આ આરોગ્ય કર્મચારીઓ લોકોના ઘરે ઘરે જઈ લોકોના આરોગ્યની ચકાસણી કરતા હતા. તેવામાં આરોગ્ય કર્મચારીઓ જ હવે કોરોના વાઈરસના ભરડામાં સપડાતા હવે આ વાઈરસ કેટલા લોકોને સંક્રમિત થયો હશે તેને લઈને પણ આરોગ્ય વિભાગ ચિંતામાં ગરકાવ થઇ ગયું છે. હવે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ ગામોને સિલ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

Last Updated : Apr 21, 2020, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details