ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદમાં મિત્રના મૃત્યુ બાદ યુવકોએ શરૂ કરી અનોખી સેવા

રાજ્યના સહરદી વિસ્તારોના ગામડામાં કોરોના કહેર વધી રહ્યા છે. ગામડાઓમા પૂરતી સુવિધા ના હોવાના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં યુવાઓએ અનોખી સેવા શરૂ કરી છે અને આ યુવાઓ સમગ્ર રાજ્યમાં સેવા કરી રહ્યા છે.

By

Published : May 10, 2021, 9:33 AM IST

corona
થરાદમાં મિત્રના મૃત્યુ બાદ યુવકોએ શરૂ કરી અનોખી સેવા

  • બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કોરોના કહેર
  • થરાદના યુવકોએ કોરોના દર્દીઓ માટે શરૂ કરી અનોખી સેવા
  • થરાદમાં મિત્રના મૃત્યુ બાદ યુવકોએ શરૂ કરી સેવા

બનાસકાંઠા: કોરોના વાઇરસની બીજી લહેરમાં જિલ્લાના સરહદી વિસ્તારમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાઓનો અભાવે હેરાન થતા અને સારવાર માટે રજળતાઓની વ્હારે એક યુવા ટીમ આવી છે. ટીમ અસહાય અને આર્થિક રીતે ગરીબ દર્દીઓને તમામ પ્રકારની મદદ પૂરી પાડી આ યુવાનો કોરોના મહામારીમાં સાચા કોરોના વોરિયર્સ બન્યા છે.જિલ્લામાં કોરોનાવાયરસની ત્રીજી લહેર વિકરાળ સાબિત થઇ રહી છે. કોરોનાની બીજી લેહેરમાં દર્દીઓને સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજનની પડી રહી છે. કોરોના કેસમાં વધારો થતા ઓક્સિજનની તાતી જરૂર ઉભી થઈ છે અને કેટલીક વાર ઓક્સિજના અભાવે દર્દીઓને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. જે પ્રમાણે શહેરી વિસ્તારની પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે તેવી જ પરિસ્થિતિ હવે ગ્રામીણ વિસ્તારમાં પણ સર્જાઈ રહી છે.

તમામ હોસ્પિટલ ફુલ

બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાં હાલ કોરોનાવાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પૈસેટકે સુખી લોકો સારવાર લેવા માટે શહેરી વિસ્તારમાં આવતા હોય છે પરંતુ શહેરી વિસ્તારમાં તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે જેના કારણે ગરીબ વર્ગને સારવાર મળતી નથી જેના કારણે હાલમાં ગ્રામીણ વિસ્તારના દર્દીઓ સરકારી શાળાઓ તેમજ ખુલ્લામાં મંડપ બાંધી સારવાર લઇ રહ્યા છે.

થરાદમાં મિત્રના મૃત્યુ બાદ યુવકોએ શરૂ કરી અનોખી સેવા
થરાદના યુવકોએ કોરોના દર્દીઓ માટે શરૂ કરી અનોખી સેવાકોરોનાની બીજી લહેરે માત્ર શહેરો જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોને પણ ગમરોળી નાખ્યા છે. બનાસકાંઠા જીલ્લાની સ્થિતિ પણ આવી છે.ખાસ કરીને સરહદી અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને કોરોના મહામારીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા ગરીબ અને નિઃસહાય દર્દીઓને સારવાર માટે ક્યાં જવું તે એક મોટી સમસ્યા સર્જાઇ હતી.

આ પણ વાંચો :રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં થરાદના 4 શખ્સોનો જામીન પર છુટકારો

આખા ગુજરાતમાં સેવા

જિલ્લાના થરાદ ,વાવ ,ભાભર અને સુઈગામ જેવા વિસ્તારોમાં અનેક દર્દીઓ સારવાર માટે રજળી રહ્યા હતા તેવામાં સ્થાનિક યુવાનોને એક ટીમે આવા જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનું શરૂ કર્યુ અને ગરીબ અને નિઃસહાય દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપી રહ્યા છે, પાંચ-દસ યુવાનોને ટીમથી શરૂ કરેલી આ સેવાકીય પ્રવૃત્તિમાં અત્યારે 400 થી પણ વધુ યુવાનો જોડાયા છે જે માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈપણ જગ્યાએ દર્દીઓને મુશ્કેલીના સમયમાં તમામ પ્રકારની મદદ પહોંચાડી રહ્યા છે બનાસકાંઠામાં પણ આ યુવાનોએ ગરીબ અને પછાત વર્ગના દર્દીઓ ને હોસ્પિટલમાં ખાટલા, ઓક્સિઝન, ટિફિન સેવા, ડોક્ટર સાથે કન્સલ્ટિંગ, દવા સહિતની તમામ પ્રકારની સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડી રહ્યા છે.

થરાદમાં મિત્રના મૃત્યુ બાદ યુવકોએ શરૂ કરી સેવા

કોરોના વાયરસની મહામારીમાં હાલ ઓક્સિજની અછતને કારણે અનેક લોકોના મૃત્યું થયા છે. થરાદમાં પણ હાલમાં પાંચ યુવકો કોરોના દર્દીઓ માટે અનોખી સેવા કરી રહ્યા છે જેનું કારણ છે કે થોડા દિવસ અગાઉ દશરથભાઈ શ્રીમાળી અને તેમના મિત્ર બંને કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા જેથી તેઓ થરાદ ખાતે કાર્યરત સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયા હતા પરંતુ આ કોરોનાવાયરસની મહામારીમાં દશરથભાઈના મિત્રનું ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ નીપજયું હતું ત્યારથી દશરથભાઈ અને તેમના ચાર મિત્રોએ નક્કી કર્યું હતું કે કોઈપણ વ્યક્તિનું ઓક્સિજનની અછતથી મૃત્યુ નહીં થાય અને ત્યારથી દશરથભાઈ અને તેમના મિત્રોએ થરાદ તેમજ આજુબાજુના તમામ ગામોમાં પોતાના મિત્રો સાથે મળી કોરોના દર્દીઓની સેવા કરવાની શરૂઆત કરી છે અને અત્યાર સુધી એક હજારથી પણ વધુ લોકોને આ પાંચ યુવકોએ ઓક્સિજન તેમજ અન્ય સેવાઓ પૂરી પાડી છે.

આ પણ વાંચો : થરાદના ફ્રૂટના વેપારીઓ અને મામલતદાર સાથે મળીને ફ્રૂટના ભાવ નક્કી કર્યા


1 હજારથી વધુ લોકોને કરી મહેનત

બનાસકાંઠા જિલ્લામાં આ યુવા ટીમ દ્વારા અત્યાર સુધી હજાર થી પણ વધુ લોકોને મદદ કરવામાં આવી આવી છે એટલું જ નહીં ઓક્સિજનના બાટલો, દવા, અને ટિફિન સેવા વિના મુલ્યે પૂરી પાડવામાં આવી રહી છે જોકે હવે આ યુવાનોએ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી એક એપ્લિકેશન બનાવી છે અને એપ્લિકેશન પર કોન્ટેક્ટ કરી કઈ હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન ,બેડ કે અન્ય કોરોનાની લાગતી સુવિધા મળી રહેશે તે અંગેની જાણકારી પણ આપવામાં આવી રહી છે આમ અહીંના જાગૃત અને સેવાભાવી યુવાનોએ કોરોના વોરિયર્સ બની સરહદી વિસ્તારમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details