બનાસકાંઠાઃ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે 50 દિવસ બાદ બજારો ખુલવામાં આવતા બજારો ધમધમતી થયા હતા. 50 દિવસના લોકડાઉન બાદ આજે ફરી એકવાર વેપારીઓ અને ગ્રાહકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
50 દિવસ બાદ બનાસકાંઠા જિલ્લો ફરી ધમધમતો થયો - banaskantha
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે 50 દિવસ બાદ બજારો ખુલવામાં આવતા બજારો ધમધમતી થયા હતા. 50 દિવસના લોકડાઉન બાદ આજે ફરી એકવાર વેપારીઓ અને ગ્રાહકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

કોરોના વાઈરસની મહામારીના કારણે સમગ્ર દેશ છેલ્લા 50 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને લોકોની વધતી ભીડના કારણે કોરોના વાઈરસના કેસોમાં વધારો થતો હોવાના કારણે તમામ જગ્યાએ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ દિવસના લોકડાઉનમાં તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે અત્યાર સુધી મોટા પ્રમાણમાં લોકોને નુકસાન થયું હતું. ત્યારે ધીરે ધીરે કોરોના વાઈરસના દર્દીઓના કેસોમાં થતા ઘટાડાના કારણે આજથી ગુજરાત સરકાર દ્વારા નવી ગાઈડ-લાઈન બનાવી અને લોકોને પોતાના ધંધા- રોજગાર શરૂ કરવા માટે છૂટછાટ આપવામાં આવી હતી.
હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે વિસ્તાર કન્ટેન્ટમેન્ટ છે તેવા વિસ્તારોમાં કોઈ જ પ્રકારની સુવિધાઓ ચાલુ કરવા પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ 50 દિવસ બાદ ધંધા-રોજગાર શરૂ થતાં વેપારી અને ગ્રાહકોના મોઢા પર ખુશી જોવા મળી હતી. 50 દિવસના લાંબા વિરામ બાદ આજે તમામ બજારો ફરી એકવાર જીવિત થઈ હતી. લોકોની અવરજવરથી ફરી એકવાર બજાર ધમધમી ઉઠ્યું હતું. આજે ડીસાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારને છોડી આજે તમામ રસ્તાઓ પર લોકોની અવર જવર જોવા મળી હતી
સરકાર દ્વારા આજથી જે ધંધા-રોજગાર માટે છૂટછાટ આપવામાં આવી છે, તેનાથી ડીસાના વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. આજે ડીસાના તમામ વેપારીઓ આજથી પોતાના ધંધા-રોજગાર શરૂ કર્યા હતા. પરંતુ આજે પ્રથમ દિવસ હોવાના કારણે આજે બજારોમાં ખરીદી માટે લોકો ઓછી સંખ્યામાં જોવા મળ્યા હતા. ત્યારે હાલ ડીસાના તમામ વેપારીઓ સરકારનો આભાર માની અને સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ પોતાના ધંધા-રોજગાર કરશે.
TAGGED:
banaskantha