ગુજરાત

gujarat

By

Published : Feb 12, 2021, 7:24 PM IST

ETV Bharat / state

આકોલીના શિક્ષકે પારિવારિક સમસ્યાઓને લીધે શાળામાં કરી આત્મહત્યા

દાંતીવાડા તાલુકાના આકોલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં યુવાને આત્મહત્યા કરી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આકોલીના શિક્ષકે પારિવારિક સમસ્યાઓને લીધે શાળામાં કરી આત્મહત્યા
આકોલીના શિક્ષકે પારિવારિક સમસ્યાઓને લીધે શાળામાં કરી આત્મહત્યા

  • આકોલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં યુવાને આત્મહત્યા કરી
  • શિક્ષક મહેસાણાના જશપુરીયાથી અપડાઉન કરતા હતા
  • દોઢ વર્ષ પહેલાં થરાદથી દાંતીવાડાના આકોલી પ્રા.શાળામાં થઈ હતી બદલી
  • પારિવારિક કારણોમાં આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન

બનાસકાંઠાઃ દાંતીવાડા તાલુકાના આકોલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં યુવાને ઓરડામાં જ દોરી વડે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી નાખી છે.પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આકોલી પ્રાથમિક શાળામાં શિક્ષકે કરી આત્મહત્યા

સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો દાંતીવાડા તાલુકાની આકોલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં કિરણભાઈ દલજીભાઈ વાઘેલા મૂળ મહેસાણા જિલ્લાના જશપુરીયા ગામના વતની છે. તેઓ અપડાઉન કરી શાળાએ આવતાં જતાં હતાં. દોઢ વર્ષ પૂર્વે તેમની બદલી થરાદથી દાંતીવાડા તાલુકાની આકોલી પ્રાથમિક શાળામાં થઈ હતી. મંગળવારના રોજ શાળા છૂટવાના સમયે શાળાનાં ઓરડામાં જ કુદવાની દોરીથી ગળે ફાંસો ખાઈ તેઓએ આત્મહત્યા કરી હતી. આ અંગે શાળાના શિક્ષક વિપુલભાઈએ જણાવ્યું હતું કે, શાળાએથી ઘરે જવાનો સમય થયો ત્યારે કિરણભાઈ ક્યાંય દેખાયાં નહિ તેથી શોધખોડ શરૂ કરી હતી. તેમના નંબર પર ફોન લગાવતાં ફોનની રિંગ ઓરડામાં સંભળાતા શાળાના ઓરડાની ચકાસણી કરી તો કિરણભાઈ મૃતહાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ અમે પોલીસને કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે કરેલી પ્રાથમિક તપાસમાં પારિવારિક કારણમાં આત્મહત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. પંથવાડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી શિક્ષકના પિતા દલજીભાઈની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details