દર વર્ષે ડેન્ગ્યુને અંકુશમાં લેવા માટે ભારતમાં જુલાઇ મહિનાને ડેન્ગ્યુ માસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો ડીસામાં ડેન્ગ્યુની બીમારીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં ચાર ડેન્ગ્યુના પોજીટીવ કેશ સામે આવ્યા છે. તો ખાનગી લેબોરેટરીમાં દરરોજના દશથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે.
ડીસામાં લોકોને ડેન્ગ્યુથી બચાવવા આરોગ્ય વિભાગની ટીમો ખડે પગે - against dengue in DISA
બનાસકાંઠાઃ ડીસામાં ખૂબ જ મોટા પ્રમાણમા પ્રસરી રહેલા ડેન્ગ્યુને લઈ લોકોમાં જાગૃતિ લઇ આવવા માટે ડીસાના આરોગ્ય વિભાગે કવાયત તેજ કરી દીધી છે. આરોગ્યની અલગ અલગ ટીમોએ શહેરની ૮૬ સોસાયટીમાં ઘરે ઘરે ફરીને ડેન્ગ્યુ અંગે લોકોમાં જાગૃતિ લઇ આવવાનો પ્રયાસ કર્યો હતો.
ડીસામાં લોકોને ડેન્ગ્યુથી બચાવવા આરોગ્ય વિભાગની ટીમો ખડે પગે
ડીસાના આરોગ્ય તંત્રએ ગંભીર બનીને ડીસા શહેરની ૮૬ રહેણાંક સોસાયટીમાં લોકોને ડેન્ગ્યુ અંગે જાગૃત કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો હાલમાં ઘરે ઘરે પહોંચીને લોકોમાં ડેન્ગ્યુ અંગે જાગૃતિ લાઇ આવવાનો પ્રયાસ કરી રહી છે. ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિગ્નેશ હરિયાણીએ મીડિયાના માધ્યમથી ડેન્ગ્યુના લક્ષણો જણાવ્યા હતાં.