ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદ સાંચોર હાઈ-વે પર ગોજારો અકસ્માત, ભાઈ-બહેનના મોત

થરાદ સાંચોર હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ભાઈ-બહેનના ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ભયાનક અકસ્માતમાં બાઈક ચાલકનું માથું કપાઈને 15 ફુટ દૂર સુધી ફંગોળાયું હતું.

અકસ્માત
અકસ્માત

By

Published : Jul 7, 2020, 8:14 PM IST

બનાસકાંઠાઃ થરાદ-સાંચોર હાઇવે પર મંગળવારે ર્હદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ભાઈ-બહેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક ચાલક યુવકનું ગળું કપાઇને 15 ફૂટ દૂર સુધી ફંગોળાયું હતું.

ભાઈ-બહેનના મોત

થરાદ સાંચોર હાઇવે પર મંગળવારે સર્જાયેલા ગોઝારા અકસ્માત થરાદના વાખારવાસના ભાઈ દીપક રમેશભાઈ હડિયલ(ઉ.વ-18 ) અને બહેન રાજસ્થાનથી સંબંધીના લગ્ન પ્રસંગે હાજરી આપી પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન થરાદથી 2 કિલોમીટર દૂર બાઇક પર આવી રહેલા ભાઈ-બહેનને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

ભાઈ-બહેનના મોત

અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક ચાલક યુવકનું ગળું કપાઇને 15 ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું. તેમજ બહેન પણ રોડ પર પટકાતા બન્ને ભાઈ બહેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવની જાણ થતા થરાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બન્ને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ભાઈ-બહેનના ઘટના સ્થળે મોત થયું

બનાસકાંઠામાં અકસ્માતની ઘટનાઓ

23 મે, 2020 ધાનેરા નજીક સર્જાયો અકસ્માત, 2ના ઘટના સ્થળ પર મોત

બનાસકાંઠામાં ધાનેરા પાસે વેગેનાર કાર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.

29 મે, 2020 બનાસકાંઠા જિલ્લામાં સર્જાયા બે ગમખ્વાર અકસ્માત, 2ના મોત

બનાસકાંઠા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા. જેમા બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

27 જૂન, 2020 દિયોદર પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત 2 ઘાયલ

બનાસકાંઠા જિલ્લાના દિયોદર પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2 વ્યક્તિને દિયોદર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details